Wednesday, January 26, 2022
Homeજાણવા જેવુભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે કેમ ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ...

ભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે કેમ ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું?

ભારતીય વાયુસેના દિવસ 2020: દેશમાં દર વર્ષે 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેનાનો દિવસ ઉજવવામાં આવે છે. આજે ભારતીય વાયુસેના તેનો 88મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. એરફોર્સ ડે નિમિત્તે સ્પેકટેકયુલર પરેડ અને ગ્રાન્ડ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ એરફોર્સ હિંડોન બેઝ પર પોતાની બહાદુરી પ્રદર્શિત કરશે. એક થી એક વિમાન અને એરફોર્સના જવાન હવામાં અદ્દભૂત યુક્તિઓ કરતા જોવા મળશે.

ભારતીય વાયુસેના દિવસનો ઇતિહાસ અને મહત્વ
વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ કરવામાં આવી હતી, તેથી દર વર્ષે 8 ઓક્ટોબરે એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દેશ આઝાદ થયા પહેલા એરફોર્સને રોયલ ઈન્ડિયન એરફોર્સ (આરઆઈએએફ) કહેવામાં આવતું હતું. 1 એપ્રિલ 1933ના રોજ, વાયુ સેનાનું પહેલું સ્ક્વોડ્રોન બનાવવામાં આવ્યું હતું, જેમાં 6 આઈએએફ-ટ્રેન્ડ અધિકારીઓ અને 19 એરમેનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આઝાદી પછી, વાયુસેનાના નામમાંથી “રોયલ” શબ્દ હટાવીને એરફોર્સના નામ પરથી માત્ર “ભારતીય વાયુસેના” નામ આપવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ ભારતીય વાયુસેનાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આઝાદી પહેલાં, વાયુસેના આર્મી હેઠળ કામ કરતી હતી. સૈન્યથી વાયુસેનાને ‘મુકત’ કરવાનો શ્રેય ભારતીય વાયુસેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને આપવામાં આવે છે. આઝાદી પછી સર થોમસ ડબલ્યુ એલ્મહર્સ્ટને ભારતીય વાયુ સેનાના પ્રથમ ચીફ એર માર્શલ બનાવવામાં આવ્યા. તેમણે 15 ઓગસ્ટ 1947થી 22 ફેબ્રુઆરી 1950 સુધી આ પદ સંભાળ્યું.

ભારતીય વાયુસેનાનું સૂત્ર છે – ‘નાભ: સ્પ્રિન્નમ્ દીપ્તમ્’. તે ગીતાના 11મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. આ સૂત્ર મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કુરુક્ષેત્રમાં અર્જુનને આપેલા ઉપદેશનો એક ભાગ છે.

વાયુસેનાનો ધ્વજ વાયુસેનાના ચિહ્નથી અલગ વાદળી રંગનો હોય છે. મધ્ય ભાગમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોથી બનેલું એક વર્તુળ (ગોળ આકાર) હોય છે, એટલે કે કેસરી, સફેદ અને લીલો. આ ધ્વજ 1951માં અપનાવવામાં આવ્યો હતો.

~ હેનિક કાકડિયા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments