Wednesday, January 26, 2022
Homeજાણવા જેવુભારતના વીરપુરુષ ભગતસિંહનું માથે હેટ પહેરવી અને દાઢી કઢાવવાનું કારણ - હેનિક...

ભારતના વીરપુરુષ ભગતસિંહનું માથે હેટ પહેરવી અને દાઢી કઢાવવાનું કારણ – હેનિક કાકડિયા

આપણું સૌ કોઈનું મન ધાર્મિકતા અને અંધશ્રધ્ધામાં ઘૂસી ગયું હોવાથી દેશના ઈતિહાસમાં કયા કારણોસર અને કેવી ઘટનાઑ અને ક્યાં બનેલી એ કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પાસે છે જ નહીં. આપણી કઠણાઇ અને ભૂલ એ છે કે આવી માહિતીને લઈને કોઈ ધ્યાન દોરતું જ નથી. ક્યારેક ઇતિહાસના ચોપડાનું વાંચન કરો તો સમજ પડશે કે, આ દેશ માટે કઈ કેટલા વીર પુરૂષોએ શું નથી ગુમાવ્યું?

આજે, આ મહાન વીરપુરુષોમાંના એક પુરુષ વીર ભગતસિંહની એક નાનકડી વાત કરીએ. આપણે સૌ જાજેતર જોઈએ છીએ કે, ભારત માતાના તિરંગા પાછળ ભગત સિંહની તસ્વીર હોય છે, પરંતુ આ તસ્વીરમાં ભગતસિંહે અંગ્રેજોની હેટ પહેરેલી અને દાઢીની ક્લીન સેવ કરેલી છે, આ જોતાં જ સ્વાભાવિક છે કે, આપણાં સૌના મનમાં એ પ્રશ્ન ઉદભવે કે, સરદારનો દીકરો પાઘડી પહેરેલો અને દાઢી વાળો હોવો જોઈએ, જ્યારે ભગતસિંહે માથે હેટ અને દાઢી કરાવેલી છે, એનો અર્થ એવો કે ભારતને પ્રેમ કરનારો ભગત સિંહ હેટ શું કામ પહેરે, જે કદી પણ અસંભવ છે. ક્યારેક તો આપણે જાણીએ કે, ભગત સિંહની આ કરવા પાછળની મજબૂરી શું હશે.

17મી ડિસેમ્બર 1928ના રોજ સાઇમન ગો બેકની રોલેક્ટ એક્ટની યાદીમાં લાહોરમાં લાલા લજપતરાય ઉપર સેંડર્સ નામનો અંગ્રેજ અધિકારી નક્કી કરે છે કે જ્યાં સુધી લાલા લજપતરાય જીવંત છે ત્યાં સુધી આપણાથી આ 20-20 વર્ષના યુવાનોને કઈ નહીં થાય, સુખદેવ હોય, ભગત સિંહ હોય, રાજગુરુ હોય, ચદ્રશેખર આઝાદ હોય, યશપાલ હોય, યતિન્દ્ર દાસને મજબૂત બનાવનાર અને હુફ આપનાર, પ્રેરણાસ્ત્રોત લાલા લજપતરાય છે. કહેવાય છે કે, 12 વર્ષેની ઉંમરે ભગતસિંહ અને સુખદેવ ભણતા ત્યારે તેમના પુસ્તકમાંથી શિક્ષક્ને લાલા લજપતરાયની તસ્વીર જોવા મળતી. ત્યારે શિક્ષકે પ્રિન્સિપાલ પાસે જઈને કહ્યું કે, સુખદેવના પુસ્તકમાંથી લાલા લજપતરાયની તસ્વીર નીકળે છે, જો અંગ્રેજ અધિકારીને આ માહિતી મળશે તો આપણી નિશાળ બંધ થઈ જશે. અંગ્રેજોએ એટલો બધો દરેકના મનમાં ડર પેદા કરી દીધો હતો. 10 વર્ષના યુવાનોએ સવારના પહોરમાં એક અંગ્રેજ અધિકારીને ફળિયામાં ઊભા રહીને 10તોપોની સલામ કરવાની. કારણકે આ નુશ્ખોરો એવું ઇચ્છતા હતા કે, દરરેક યુવાનોના દિલમાં એવી બીક દાખલ કરી દેવામાં આવે, તો જ આ 20 વર્ષનો સમજદાર થઈને કદી પણ આપણી સામે ઊચો અવાજ ન કરી શકે, માથું ઊચું ન કરી શકે. એટલે 10-10 વર્ષના યુવાનની સામે અંગ્રેજ અધિકારી દરરોજ સવારના પહોરમાં નિશાળના મેદાનમાં ઊભો રહે તેને દરરેક યુવાને સલામ કરવાની. એવામાં 12 વર્ષના યુવાન સુખદેવે સલામ કરવાની ના પાડી હતી. હાથ આખો સોજી જાય એટલું લોહી વહી ગયેલું એટલો માર્યો હતો. આ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. સુખદેવે કહ્યું કે મારો બાપ તો હું 7 મહિનાનો મારી માંની પેટમાં હતો ત્યારે મૃત્યુ પામ્યો છે. હવે મારો બાપ મહાદેવ છે, એની એક સિવાય હું કોઈને પગે નહીં લાગુ.

ત્યારબાદ સેંડર્સ નામનો અધિકારી લાલા લજપતરાય ઉપર લાઠી ચાર્જ કરે છે. લાલાને એક લાઠીથી હેમરેજ થઈ જતાં ત્યાં જ મૃત્યુ પામે છે. એ જ સાંજે લાહોરના પાદરમાં સ્મશાન યાત્રા નીકળી ત્યારે એક જુવાન વેશ પલટો કરી અને વાંકડી મૂછો વાળી ફૂલ મૂકતો હતો. આખું હિંદુસ્તાન રડતું હતું કે ભારતની શાસ્ત્ર ક્રાંતિકારીનો મૂળ માણસ લાલો અવસાન પામ્યો ત્યારે એક 20 વર્ષનો યુવાન લાલાના મૃતદેહના પગ પકડીને 2-4 રૂપિયાના ફૂલડાં મૂકીને એટલું બોલ્યો, હે લાલા તારા મૃતદેહને શ્રદ્ધાંજલી નો હોય પણ તને માથામાં જેણે લાઠી મારી છે એ સેંડર્સ નામક અધિકારીને જો જીવતો મારી નો નાખું તો હું ત્યારે જ ભગતસિંહ સરદાર મટી જાવ.

ખાસ બાબત એ કે, આ બધાનું માસ્ટર માઇન્ડ ચંદ્રશેખર આઝાદ હતા. આ વ્યક્તિ બધા પ્લાન ઘડે. સુખદેવ સૌથી સારો શૂટર હતો. તેણે નક્કી કર્યું કે, સેંડર્સ સવારના પહોરમાં આવે ત્યારે સૌથી પહેલા સુખદેવ ગોળી મારશે. બન્યું એવું કે સુખદેવે પહેલી ગોળીમાં જ તેને મારી નાખ્યો. ત્યારબાદ ભગતસિંહે 8 ગોળી મારી ભૂલેચૂકે પણ જીવતો ન રહે એ માટે.

આખા લાહોરમાં કરફ્યુ લાગી ગયો કે ભગત સિંહ અને સુખદેવ, આઝાદ આ કોઈ પણ પ્રકારે બહાર નીકળવા ન જોઈએ. દરરેક જગ્યાએ નાકાબંધી થઈ ગઈ. આ 3 યુવાનોની તસ્વીર પોલીસ સ્ટેશને પહોચી ગઈ. સૌ મુંજાયા હવે નીકળવું કેમ. એવામાં ભગવતી ચરણ નામનો એક માણસ બોમ્બ બનાવતો હતો. બોમ્બ બનાવતા બનાવતા 20-21 વર્ષના યુવાનોમાં કિંગ ક્રોસ થાય કે બોમ્બ બન્યા બાદ સૌથી પહેલો ચેક કોણ કરે, ફૂટે છે કે નહીં તે જોવા માટે. એવામાં ભગવતી ચરણ વોહરાએ બોમ્બ હાથમાં પકડીને કીધું કે જરાક આની પીન લીકેજ લાગે છે આ કદાચ ફૂટી જશે. એટ્લે 21-21 વર્ષના યુવાનો મજાક કરવા માંડ્યા. આખા ક્રાંતિકારી ગ્રૂપમાં એક માત્ર ભગવતીના લગ્ન થયા હતા. અન્ય સૌ કૂવારા અને રાષ્ટ્રભક્તિને વરેલા હતા. એટ્લે એક ક્રાંતિકારી એ એવું કીધું કે ભગવતી ચરણ તારા લગ્ન થઈ ગયા છે એટલે તને બીક લાગે છે. અરે હું કહું છું ને આ ઢીલો બોમ્બ છે પરંતુ તારે મને મેણું જ મારવું છે, એટ્લે ભગવતી બોમ્બ ટેસ્ટ કરવા માટે હાથમાથી જેવો ફેકે એવો જ હાથમાં ફૂટી જાય અને બોમ્બ બ્લાસ્ટમાં અવસાન પામે. તેની પત્ની દુર્ગા ભાભી કોઈને ખબર ન્હોતી કે આ ગુજરાતની દીકરી છે. તેનો દીકરો સચિન્દ્ર 3 વર્ષનો હતો હજુ 10 દિવસ પણ ન્હોતા થયા ત્યાં દુર્ગા ભાભીએ પોતાની સાસુને કહ્યું કે, હવે તમે સચિન્દ્રની સારસંભાળ રાખજો હું તો ચાલી ભગવતીનું અધૂરું કાર્ય પૂર્ણ કરવા ભગતસિંહ સાથે. કારણકે આ મારા વ્હાલા ભાઈઓને રોટલા ઘડી દેવાવાળું કોઈ નથી, નથી કોઈ બહેન, નથી પાલનપોષણ કરવા વાળી માં. એક સ્ત્રીની જરૂર તો પડશેને કે જે એની સાથે રહી શકે અને છાતી પર ગોળી ખાય શકે, ભગતસિંહની આડે એકાદિ ગોળી ખાઈ લવને તો પણ મારા ભગવતીની આત્માને શાંતિ મળશે. લાહોરમાં આદેશ આવ્યો કે ભગતસિંહ નીકળે એ પહેલા ગમે તેમ કરીને શુટ એન્ડ શાઇટ કરી દયો. ત્યારે સુખદેવ વિચારે છે કે કેમ નીકળવું, ભગતસિંહ પણ મનમાં મુંઝાયા. એકાએક શેરી બંધ કરી દેવામાં આવી. આ સમયે માસ્ટર માઇન્ડ ચંદ્રશેખર આઝાદ પણ દૂર હતા. ત્યારે સુખદેવને ઉપાય સૂઝતા ભાભીને જણાવે છે કે, તમને કશો વાંધો ન હોય તો મારી પાસે એક ઉપાય છે જેનાથી આપણે બચી શકીએ છીએ, ભાભી કહે અરે જલ્દી બોલો બોલો. સુખદેવે કહ્યું કે, હું એક અંગ્રેજી ધોબી પાસેથી અંગ્રેજી મેડમના કપડાં લઈ આવું. તમે અંગ્રેજી મેડમ બનો અને ભગતસિંહ તમે દાઢી કઢાવી નાખો, ત્યારથી તેને અંગ્રેજ હેટ પહેરી. સુખદેવે નોકર બનીને કહ્યું હું સચિન્દ્રને તેડી લવ, અને ભગતસિંહે સરદારની પાઘડી કાઢીને અંગ્રેજ હેટ પહેરી છે. ત્યારથી આ તસ્વીર ભારતમાતા તીરંગામાં જોવા મળે છે. જગતના સમગ્ર લાહોરમાં એક પણ શેરીમાંથી પોલીસતંત્ર તેને શોધી ન શક્યું. તેને બચાવનાર દુર્ગભાભીને વંદન. આ ભારતની સ્ત્રીની નારીશક્તિ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments