Wednesday, January 26, 2022
Homeજાણવા જેવુસંસ્કૃતિ અને કલામાછલી પકડવાની પદ્ધતિ "વાના" કે "વાનું" ~ કિરણ પાડવી વાંસદા

માછલી પકડવાની પદ્ધતિ “વાના” કે “વાનું” ~ કિરણ પાડવી વાંસદા

માછલી પકડવાની અનેક રીતો છે જેવી કે ગલ થી,જાળથી વગેરે. પણ આદિવાસી સમાજનાં લોકો પથ્થરોનો બંધ બનાવીને “વાના” કે “વાનુ” પદ્ધતિથી માછલા પકડે છે.

આ પધ્ધતિ વિશે વધુ વિગત મેળવીએ તો એમાં સૌ પ્રથમ પથ્થરોનો નાનો આડબંધ બનાવીને એમાં સાગના કે અન્ય કોઈ વૃક્ષના પાનો રાખવામાં આવે છે. ત્યારબાદ બાદ આ બંધ પર લાકડાના ખૂંટા પણ મારવામાં આવે છે. માછલા પકડવા માટે વાંસમાંથી બનાવેલા “સાટા” નામનું સાધન બનાવવામાં આવે છે. સાટા સાથે મળી પણ મૂકવામાં આવે છે. જેમાં માછલીઓ ફસાય જાય છે. અમુક વાર મળીની જગ્યાએ “ભોત” નામનું વાંસનું જ બનાવેલ સાધનનો પણ ઉપયોગ થાય છે. સાટાની રચના સાદડી જેવી હોય છે.

આ પદ્ધતિનો ઉપયોગ મોટે ભાગે નાનાં કોતરોમાં જ થાય છે. જયારે આ પધ્ધતિનો ઉપયોગ નદીમાં કરવામાં આવે છે ત્યારે થોડી મુશ્કેલીઓ પડે છે. નદીમાં આ પધ્ધતિનો ઉપયોગ થાય ત્યારે સારણ કાઢવામાં આવે છે. સારણ એટલે કે નદીની રેતી નીચે કે રેતીની અંદરથી પણ માછલીઓ મળી આવે છે.

આ પધ્ધતિથી પકડેલી માછલીઓનો ઉપયોગ આદિવાસી સમાજના લોકો ખોરાક તરીકે અને અમુક લોકો આ પકડેલી માછલીઓને વેચીને પોતાનું ગુજરાન પણ ચલાવે છે.

~ કિરણ પાડવી વાંસદા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments