Home જાણવા જેવુ સંસ્કૃતિ અને કલા “લુપ્ત થવાની આરે દળવાની : ઘરઘંટી”

“લુપ્ત થવાની આરે દળવાની : ઘરઘંટી”

0
17

પ્રાચીન સમયથી ગામડાઓમાં કોઈપણ વસ્તુ દળવા કે ભરડવા માટે ઘરઘંટીનો ઉપયોગ થતો હતો. પરંતુ હાલ વીજળીથી અને જનરેટર જેવા સાધનોથી ચાલતી ઘંટીઓના ઉપયોગના લીધે ઘરઘંટીઓ લુપ્ત થવાના આરે આવી ગઈ છે.

પહેલાના સમયમાં આવી ઘરઘંટી દરેક ઘરે જોવા મળતી હતી. પણ સમયનાં પરિવર્તનની સાથે સાથે આવી ઘંટીઓમાં પણ પરિવર્તન આવ્યું છે.

હાલ આવી ઘરઘંટીઓ ફક્ત ગામડાઓમાં જ અમુક લોકોના ઘરે જોવાં મળે છે. ગામડાંનાં વડીલો હજુ પણ આવી ઘંટીઓમાં જ દળેલી વસ્તુઓ જમવાનો આગ્રહ રાખે છે. આવી ઘરઘંટીઓમાં વાલ ચણા મગ બાજરી વગેરે દળવામાં આવે છે. આવી ઘંટીઓ પથ્થરોને યોગ્ય ઘડીને બનાવવામાં આવે છે. આવી ઘરઘંટી બનાવવાળા કારીગર પણ હવે ખૂબ જ ઓછા રહ્યાં છે. ઘંટીની નીચે જે થાળ હોય છે એ લાકડાનો કે માટીનો બનાવવામાં આવે છે. માટીનાં થાળને લીંપણ કરવામાં આવે છે. આવી ઘરઘંટીને વરસાદ કે જયાં સીધું પાણી આવે એવી જગ્યાથી દૂર રાખવામાં આવે છે. કારણ કે પાણીથી આવી ઘરઘંટીઓમાં ભેજ લાગી જાય છે અને બગડી જવાની સંભાવના રહે છે.

આવી ઘરઘંટીઓ અત્યારથી જ સંગ્રહાલયમાં જોવા મળે છે. જે એક સારી બાબત છે કે જેનાંથી આપણાં વારસાની માહિતી યુવાપેઢીને મળી શકે. “આવી ઘરઘંટી શ્રમથી જ જમવાનું મળે છે, એવો સંદેશો આપે છે. શ્રમ (મહેનત)થી જ જીવનમાં કંઈક વસ્તુ મેળવી શકાય છે”.

~ કિરણ પાડવી વાંસદા