Wednesday, January 26, 2022
Homeજાણવા જેવુક્રેડિટકાર્ડ અને ડેબિટકાર્ડ વચ્ચેનો તફાવત ~રોહન જે. લાઠિયા

ક્રેડિટકાર્ડ અને ડેબિટકાર્ડ વચ્ચેનો તફાવત ~રોહન જે. લાઠિયા

ડેબિટ કાર્ડ (અત્યારે કઈપણ ખરીદો અને અત્યારેજ રૂપિયા આપો)

  • કોઈપણ બેંકમાં એકાઉન્ટ ખોલતાની સાથે જ આપણે મેળવી શકીએ છીએ.
  • આપણા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા હોય તો જ આપણે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ.
  • ઘણી બેન્કો કરંટ એકાઉન્ટ માં પાર્ટનરશીપ ફર્મમાં ડેબિટ કાર્ડ આપતા નથી.
  • ડેબીટ કાર્ડ આપણા બેન્ક એકાઉન્ટમાં રહેલા રૂપિયા વાપરવા માટે આપે છે જેથી વાપરેલા રૂપિયા પર કોઈ વ્યાજ કે અન્ય ચૂકવણી કરવાની હોતી નથી.
  • ડેબિટ કાર્ડ માં કોઈ બિલ આવતું નથી, પરંતુ વાર્ષિક એસ.એમ.એસ કે કોઈ અન્ય મેન્ટેનન્સના રૂપિયા ચૂકવવાના થાય છે.
  • ડેબિટ કાર્ડ એટલા માટે ડેબિટ કહેવાય છે કારણ કે બેંકને આપણા એકાઉન્ટ માં રહેલા રૂપિયા ચૂકવવાના હોય છે એટલા માટે બેંકની આપણી સામે ડેબિટ બોલાતી હોય છે.
  • ડેબિટ કાર્ડ દ્વારા ઈએમઆઈ થઈ શકતા નથી. (ઘણી બેન્કો આપતી હોય છે, પરંતુ એ શરતોને આધીન હોય છે) કોઈપણ વસ્તુ ની ચુકવણી ફુલ પેમેન્ટ દ્વારા કરી શકીએ છીએ.
  • ઘણી બધી બેન્ક ડેબિટ કાર્ડ માં પણ ઈએમઆઈ માટે ઓપ્શન આપે છે પરંતુ તે કોઈ ફિક્ષ્ વેબસાઈટમાંથી શોપિંગ કરેલું હોય તો જ માન્ય ગણાય છે.

ક્રેડિટ કાર્ડ (અત્યારે ખરીદી કરો, રૂપિયા 30 દિવસ પછી ભરો)

  • કોઈપણ બેંકમાં એકાઉન્ટ ખોલવાથી ક્રેડિટ કાર્ડ મેળવી શકાતું નથી.
  • આપણને ક્રેડિટ કાર્ડ મળશે કે કેમ, એ આપણા અને બેંક વચ્ચેના વ્યવહારો ઉપર એટલે કે ટ્રાન્જેક્શન ઉપર આધાર રાખે છે.
  • જેટલા ટ્રાન્જેક્શન વધારે એટલા ક્રેડિટ કાર્ડ મળવાના ચાન્સીસ વધી જાય છે.
  • ક્રેડિટ કાર્ડ આપણા બેંકમાં રૂપિયા ન હોય તો પણ આપણે રૂપિયા ઉપયોગમાં લઈ શકીએ છીએ.
  • ક્રેડિટ કાર્ડ થી વાપરેલા રૂપિયાનું બિલ 45 દિવસમાં ભરપાઈ કરવાનું હોય છે. (ક્રેડિટ કાર્ડ નું બિલ ભરવા ના દિવસો બેંક મુજબ અલગ અલગ હોઈ શકે છે)
  • ક્રેડિટ કાર્ડ આપણા સીબીલ સ્કોર ને ઇફેક્ટ કરી શકે છે.
  • જેમ જેમ આપણે ક્રેડિટ કાર્ડના બિલ યોગ્ય સમયે અનુસાર ભરપાઈ કરતાં જઈએ તેમ તેમ આપણી ક્રેડિટ લિમિટ વધતી જાય છે.
  • ઘણી બેન્કો ખૂબ જ સારી ક્રેડિટ જાળવી રાખવાથી ક્રેડિટકાર્ડ પર અન સિકયોર લોન પણ આપે છે.
  • બિલની ચુકવણી કરવામાં મોડું થાય તો બેંક વ્યાજ સાથે અને ચાર્જ સાથે આપણને નવું બિલ મોકલે છે.
  • જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો જ તમે કોઈપણ વસ્તુઓની ઇ. એમ. આઈ દ્વારા ખરીદી કરી શકો છો.
  • ક્રેડિટ કાર્ડ રીવર્ડ પોઇન્ટ આપે છે જે પોઇન્ટ આપણે જેટલો વપરાશ કરતાં જઈએ તેમ તેમ પ્લસ થતા જાય છે.
  • ઘણા બધા લોકો ઓનલાઇન શોપિંગ કરવા માટે ક્રેડિટ કાર્ડ વાપરતા હોય છે કારણ કે તેમાં કંઈક ને કંઈક ડિસ્કાઉન્ટ મળી રહેતું હોય છે.
  • ક્રેડિટ કાર્ડ એટલા માટે ક્રેડિટ કહેવાય છે કારણ કે બેંકને આપણે એકાઉન્ટમાં રૂપિયા ન હોય તેમ છતાં પણ આપણને રૂપિયા આપેલા હોય છે એટલા માટે બેંકની આપણી સામે ક્રેડિટ બોલાતી હોય છે જે રૂપિયા આપણે ગમે ત્યારે તેને ચૂકવવા પડે છે.
  • ડેબિટકાર્ડ અને ક્રેડિટ કાર્ડ બંને એક જ કંપનીના હોઈ શકે છે જેમ કે વિઝા, માસ્ટર કાર્ડ, રૂપે, અમેરિકન એક્સપ્રેસ.
  • દુનિયાની ઘણી બધી વેબ સાઇટો એવી છે કે જે માત્ર ક્રેડિટ કાર્ડ દ્વારા જ ચુકવણી સ્વીકારે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments