Wednesday, January 26, 2022
Homeજાણવા જેવુહકીકતશું તમને પણ આવી રહ્યાં છે ફ્રી કોરોના ટેસ્ટના મેસેજ કે ઈ-મેલ...

શું તમને પણ આવી રહ્યાં છે ફ્રી કોરોના ટેસ્ટના મેસેજ કે ઈ-મેલ ?શું છે સમગ્ર મામલો

કોરોના રોગચાળા વચ્ચે હવે સાયબર એટેકનો ભય સતાવી રહ્યો છે. કોરોના વાયરસ વચ્ચે સાયબર એટેક ચેતવણી અને હવે એલએસી પરના તણાવે સરકારી એજન્સીઓને જાગૃત કરી છે. કોર્પોરેટ ગૃહોથી લઈને ખાનગી કંપનીઓ અને ઇન્ટરનેટ વપરાશકારો સુધી બધા જ આ બાબતે પરીક્ષણ કરી રહ્યાં છે. ભારત સરકારની ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઇન) દ્વારા દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હી સહીત ભારતમાં મોટા પાયે સાઇબરએટક કરી થઈ શકે છે. આવા હુમલા રવિવારથી મોટા પાયે થઈ શકે છે, જેમાં બધાને અતિરિક્ત સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ હુમલાખોરો પાસે કોવિડ -19 ના નામનો ઉપયોગ કરીને તેના સંબંધિત ઇમેઇલ્સ કે મેસેજ મોકલીને વ્યક્તિગત અને આર્થિક માહિતીને હેક કરી શકે છે. ફિશિંગ એટેકમાં, વપરાશકર્તાઓને સરકાર તરફથી સરકારી સહાય આપવાનું કહેવામાં આવશે, જેથી તેઓ સરળતાથી તેમની વિગતો શેર કરી શકે. કોવિડ -19 સંબંધિત માહિતી આપ્યાં પછી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. સલાહકાર ભલામણ કરે છે કે ખાસ કરીને ncov2019@gmail.com જેવા ઇમેઇલ આઈડી સાથે સાવચેત રહેવું. તેને ન ખોલવાની સૂચના આપવામાં આવી છે. સુત્રો અનુસાર જણાવાયું છે કે ઓનલાઇન હેકર પાસે 25 લાખથી વધુ લોકોના અંગત ઇમેઇલ આઈડી હોવાની આશંકા છે.

સાયબર એટેક ઘણાં પ્રકારના હોય છે.જેમાં માલ્વેર,ફિશિંગ એટેક, dOS, MITM જેવાં સાયબર એટેકોનો સમાવેશ થાય છે. સિસ્ટમને હેક કરીને ક્રિપ્ટોકરન્સીમાં ખંડણી માટે અથવા ડાર્કવેબમાં ડેટા વેચવા માટે મોટાભાગે સાયબર એટેક કરવામાં આવે છે. એજન્સી દ્વારા ઘણી રીતો વર્ણવવામાં આવી છે, જેનાથી વપરાશકર્તાઓની માહિતી સુરક્ષિત રાખી શકાય છે. વપરાશકર્તાઓએ આવા કોઈપણ ઇમેઇલ પર વિશ્વાસ ન કરવો જોઇએ અને વપરાશકર્તાઓએ કોન્ટેક્ટ લિસ્ટ બહારના ઇમેઇલની અંદર આપેલી લિંક પર ક્લિક કરવાની ભૂલ ન કરવી જોઈએ. ઉપરાંત, એજન્સીએ વપરાશકર્તાઓને એન્ટી વાયરસ ટુલ્સની મદદ લેવા અને ફાયરવોલ્સનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ સિવાય વપરાશકર્તાઓ તેમના અગત્યના દસ્તાવેજોને એન્ક્રિપ્ટ કરીને પણ હુમલાઓથી બચી શકે છે.

સાયબર એટેક કેવી રીતે થઈ રહ્યો છે?

આ ગુનેગારો તમને ફિશિંગ દ્વારા નકલી ઇમેઇલ્સ અથવા સંદેશાઓ મોકલે છે, જે પ્રતિષ્ઠિત કંપની, તમારી બેંક, તમારી ક્રેડિટ કાર્ડ કંપની, ઓનલાઇન શોપિંગ જેવું જ હોય છે, જો તમે સતર્કતા ન દાખવો તો તમે જલ્દી જ તેની પકડમાં આવી જશો. આ બનાવટી ઇમેઇલ્સ અથવા સંદેશાઓનો હેતુ તમારી વ્યક્તિગત માહિતીની ચોરી કરવાનો છે. તમારી વ્યક્તિગત માહિતીમાં નીચે મુજબની માહિતીનો સમાવેશ થાય છે, જેમ કે –

1. તમારું નામ

2. તમારી ઇમેઇલ વપરાશકર્તા ID

3. તમારો પાસવર્ડ

4. તમારો કોન્ટેક્ટ નંબર અથવા ફોન નંબર

5. તમારું સરનામું

6. બેંક એકાઉન્ટ નંબર

7. એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ નંબર

8. એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વગેરેનો વેલિડેશન કોડ.

9. તમારી જન્મ તારીખ

ફોન ફિશિંગ

બધા ફિશિંગ એટેક માટે બનાવટી વેબસાઇટની આવશ્યકતા નથી હોતી બેંક તરફથી હોવાનો દાવો કરનારા મેસેજ વપરાશકર્તાઓને તેમના બેંક એકાઉન્ટ અંગેની સમસ્યાઓ વિશે નંબરો ડાયલ કરવા કહે છે. એકવાર ફોન નંબર (ફિશરની માલિકીના અને આઇપી સેવા પરથી વોઇસ પ્રદાન કરાયેલ છે તેવો દાવો કરવામાં આવે) ડાયલ થઈ જાય, ત્યાર પછી વપરાશકર્તાઓને તેમનો એકાઉન્ટ નંબર અને પીન (વોઇસ ફિશિંગ) દાખલ કરવા માટે પૂછે છે કેટલીકવાર એટેક કરનાર બનાવટી કોલર-આઈડી ડેટા સૂચવે છે કે કોલ વિશ્વસનીય સંસ્થામાંથી આવ્યો છે. એસએમએસ ફિશિંગ સેલફોન ટેક્સ્ટ સંદેશાઓનો ઉપયોગ લોકોને તેમની વ્યક્તિગત માહિતીથી છતી કરવા માટે થાય છે.

જો તમે આકસ્મિક રીતે તમારો પાસવર્ડ / પિન / ટીઆઇએન વગેરે જાહેર કરો છો તો પછી તમે શું કરશો.
જો તમને લાગે છે કે ફિશિંગ દ્વારા અથવા તમે તમારી વ્યક્તિગત માહિતી ખોટી જગ્યાએ આપી છે, તો પછી જોખમ ઘટાડવાની રીત તરીકે તરત નીચેની બાબતો જાણો.

તરત જ તમારી યુઝર એક્સેસને લોક કરો. લોક કરવા માટે બેંકને રિપોર્ટ કરો.

તમારું એકાઉન્ટ સ્ટેટમેન્ટ તપાસો અને ખાતરી કરો કે તે સંપૂર્ણ રીતે સાચું છે.
ખોટી ગતિવિધિઓની જાણ તરત જ બેંકને કરો.

જોખમ ઘટાડવા માટે બેંક દ્વારા પૂરા પાડવામાં આવતા અન્ય વળતર નિયંત્રણનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, ડિમાન્ડ ડ્રાફ્ટ અને તૃતીય પક્ષો માટેની મર્યાદા શૂન્ય કરી દેવી જોઈએ. ઉચ્ચ સુરક્ષા વગેરે સક્રિય કરો.

ફિશિંગને કેવી રીતે ટાળવું: –

કોઈપણને તમારા ઇમેઇલના ઇનબોક્સમાં પ્રવેશતા તો અટકાવી નહીં શકો એટલે તમારે એક કામ કરવું પડશે. જો તમારા ઇનબોક્સમાં કોઈ અવિશ્વસનીય મેઇલ આવે છે, તો તે મેઇલ અથવા તેની અંદર આપેલી લિંકને ક્લિક કરશો નહીં. મતલબ તમારે તેને ન ખોલવો જોઈએ જો કોઈ કારણોસર તમે તેને ખોલો છો. તેથી તે લિંકનો અર્થ કોઈપણ નકલી વેબસાઇટ દ્વારા મેળ ખાતો હોય તેવો હોય શકે છે. તમારે તે વેબસાઇટના સ્પેલિંગ,જોડણી વગેરે માહિતી તપાસવી જોઇએ. તે અસલ વેબસાઇટ જેવી જ હોઈ શકે. પરંતુ મૂળ નહીં હોય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments