Wednesday, January 26, 2022
Homeજાણવા જેવુહકીકતખોટી જમીન માપણી એ એવો મુદ્દો છે કે એ જ્યાં સુધી રદ્દ...

ખોટી જમીન માપણી એ એવો મુદ્દો છે કે એ જ્યાં સુધી રદ્દ ન થાય ત્યાં સુધી તમને ન્યાય નથી મળ્યો.

ખોટી જમીન માપણી એ એવો મુદ્દો છે કે એ જ્યાં સુધી (ખોટી જમીન માપણી) રદ્દ ન થાય ત્યાં સુધી ખેડૂતોને ન્યાય અપાવી દીધો એવું હું માનવા તૈયાર નથી.

એક મિનિટ પૂરતું આપણે માની લઈએ કે આપણે બધા ખેડૂતોના તમામ મુદ્દે લડીએ. સરકાર ઘૂંટણિયે પડી જાય, આપણી બધી માંગો સ્વીકારી લે પણ જમીન માપણી રદ્દ ન કરે તો હું વ્યક્તિગત એવું માનું છું કે આપણે ખેડૂતોને સૌથી નુકસાનકારક મુદ્દે ન્યાય નથી અપાવી શક્યા.
કદાચ એવું બને કે આપણે ખોટી જમીન માપણીની ગંભીરતાથી અજાણ છીએ એમાં કેટલી અને કેવી કેવી ભૂલો છે એનાથી અજાણ છીએ. આ ખોટી જમીન માપણીના કારણે ભવિષ્યમાં થનારી અસરથી અજાણ છીએ એટલે આપણે ખોટી જમીન માપણીને એટલી ગંભીરતાથી લેતા નથી.
મારી ચેલેન્જ છે કે જે ગામમાં પ્રમોલગેસન માન્ય થઈ ગયું છે તે ગામમાં ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચ, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકા, મહાનગર પાલિકાના ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો, રાજ્ય સરકારમાં બેઠેલા મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓની જમીન આવેલી હોય તો એની પણ જમીનની માપણી નિયમોનુસાર થઈ નથી.
જો સરકારમાં બેઠેલા ઉપરોકત પદાધિકારીઓની માપણી ખોટી થઈ શકતી હોય તો આપણું સામાન્ય ખેડૂતોનું શું આવવાનું?
એટલે તમામ ખેડૂતો, ખેડૂત આગેવાનોને વિનંતી છે કે આપણા પોતાના ખેતર પહેલા ચેક કરી લેજો આપણાં ગામમાં જમીન માપણી થઈ ગઈ હોય, પ્રમોલગેસન થઈ ગયું હોય તો એ સુધારવું શક્ય જ નથી જમીન માપણી રદ્દ કરવાની લડતનું વિચારજો.

ખબર કેમ પડે કે આપણાં ગામમાં આ ખોટી માપણી થઈ ગઈ છે ને તે ભૂલ ભરેલી માપણીને માન્યતા પણ અપાઈ ગઈ છે?

indian agronomist with farmer at field

એ જાણવું એકદમ સરળ છે તમારા ગામના 10 – 12 ખેડૂતોના ખેતરનું 7/12 નો ઉતારો કઢાવો તેમાં ખેતરનો નકશો જો 7/12 માં આવતો હોય એટલે ખોટી જમીન માપણી માન્ય થઈ ગઈ છે.
31 માર્ચ 2020 ફ્રીમાં અરજી કરવાની છેલ્લી તારીખ હતી તે જતી રહી છે ત્યારબાદ હવે ખેડૂતોએ કેવી રીતે ભૂલ સુધારણા અરજી કરવી એ બાબતે રાજ્ય સરકારે કોઈ સ્પષ્ટતા કરી હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી.

~ પાલભાઈ આંબલીયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments