Wednesday, January 26, 2022
Homeમનોરંજનજેટલા પૈસા મહત્વનાં છે એટલી જ ક્રેડિટ મળવી એ અગત્યનું છે! ~ભાવિન...

જેટલા પૈસા મહત્વનાં છે એટલી જ ક્રેડિટ મળવી એ અગત્યનું છે! ~ભાવિન અધ્યારુ

જેટલા પૈસા મહત્વનાં છે એટલી જ ક્રેડિટ મળવી એ અગત્યનું છે! આ સાદો નિયમ કોઈ પણ પ્રૉફેશનલ અસાઈન્મેન્ટમાં લાગુ પડે છે. ભારત જેવા દેશમાં જ્યાં આર્ટ અને ક્રિયેટિવ લોકોની કદર દુનિયાનાં બીજા દેશો કરતાં સાવ ઓછી હોય ત્યારે લેખક અને કવિઓ, ગીતકારોની કદર, ક્રેડિટ્સ અને પૈસા એ કાયમ અન્યાય અને સૌથી ઓછા મહત્વનો વિષય રહ્યો છે. તાજેતરમાં જ યોગેશ જેવા લિજન્ડરી ગીતકારનું અવસાન થયું તો એની કેટલી નોંધ લેવાઈ? શ્રદ્ધાંજલિઓ લખાય ત્યારે તો લોકોને ખબર પડે કે ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે, ઝીંદગી કૈસી યે પહેલી હાયે,રિમઝિમ ગિરે સાવન, મૈને કહા ફુલો સે, ન જાને કયું હોતા હૈ યે ઝીંદગી કે સાથ જેવા આહલાદક અને કર્ણપ્રિય ગીતો એમણે લખેલા! છાપામાં કૉલમ લખતા લેખકો હોય કે નાટક-ફિલ્મો માટે લખતા લેખકો; પૈસા અને ક્રેડિટ્સ મળવા બહુ અઘરા છે!
મયુર પુરી, વરુણ ગ્રોવર, નિલેશ મિશ્રા, સ્વાનંદ કિરકીરે, અમિતાભ ભટ્ટાચાર્ય, પ્રિયા સરૈયા, કૌસર મુનિર જેવા પંદર જેટલા કન્ટેમ્પરરી ધુરંધરો એ સાથે મળીને એક લડત ચાલુ કરી છે જેમાં એ લોકો એ વિરોધ કરવાનું જ એક ગીત લખી એનું સરસ પિક્ચરાઈઝેશન કરી પીડાને જ ગીત બનાવી દીધી છે! થોડી ક્રેડિટ દે દો યાર! વાત એમ છે કે આ ડિજિટલ યુગમાં સ્ટ્રિમિંગ એપ્સ થી લઈને ગાના-સાવન-સ્પોટીફાય જેવા ઓડિયો પ્લેટફોર્મ અને યુ ટ્યુબ સહીત બધા જ પ્લેયર્સ લિડ એક્ટર, મ્યુઝિક ડિરેક્ટર અને સિંગરનું નામ હાઈલાઈટ કરે છે પણ ક્યારેય જોયું કે કોઈ ગીત તમને બહુ જ ગમતું હોય પણ એનાં ગીતકાર ઈર્શાદ કામિલ છે કે મનોજ મુંતઝિર કે પછી સ્વાનંદ કિરકીરે એ ખબર જ ન હોય! એક જમાનામાં ખુદ સાહિર લુધિયાનવી પોતે ઑલ ઇન્ડિયા રેડિયો સાથે ઝઘડેલા અને એ પછી જ રેડિયો પર ગીત શરુ થતા પહેલા ફિલ્મની વિગત, સંગીતકાર અને ગીતકારનું નામ બોલવાનું ચલણ શરુ થયું!
નેટ પરથી ઉઠાંતરી કરતાં બદમાશોની વાત નથી પણ બંદિશ બેન્ડિટ્સ જેવા સ-રસ આલ્બમનાં ગીતો સમિર સામંત, દિવ્યાંશુ મલ્હોત્રા એ લખ્યા છે તો એને એની ક્રેડિટ મળવી જ જોઈએ જેનાં એ હકદાર છે! નિલેશ મિશ્રા જેવા સ્વાભિમાની ગીતકાર તો હવે ફિલ્મ માટે સમૂળગું લખવાનું જ છોડી ફક્ત પોડકાસ્ટ જ કરે છે અને રેડિયો જૉક જ બની ગયા છે! સ્વાનંદ કિરકીરે અને વરુણ ગ્રોવર ક્લિયરલી કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બદમાશી એવી છે કે એક સાથે 3-4 લોકો પાસે ગીત લખાવાય, પૈસા ઓછા મળે, પ્રમોશનમાં ક્યાંય ક્રેડિટ ન મળે અને ધૂન તૈયાર થાય પછી એમાં શબ્દો લખીએ તો એમાં પણ ક્રિયેટિવ ડીફરન્સિસ તો ખરા જ! છે ને અટપટુ! જુઓ અહીં એ ગીત જેની લિંક પહેલી કમેન્ટમાં છે! અચ્છા, એક આડવાત, જો આટલા લોકપ્રિય સેલેબ્રિટી ગીતકારો ક્રેડિટ્સ અને પૈસા માટે આટલો અવાજ ઉઠાવતા હોય, તો શહેરો અને ગામોમાં નાના પાયે લેખકો અને ગીતકારોનું કેટલું શોષણ થતું હશે? સોચ લો ઠાકુર!

– Bhavin Adhyaru

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments