Wednesday, January 26, 2022
Homeમનોરંજનતારક મહેતા શોમાં થશે દયાબેનની ધમાકેદાર એન્ટ્રી, મેકર્સ સામે રાખી છે આટલી...

તારક મહેતા શોમાં થશે દયાબેનની ધમાકેદાર એન્ટ્રી, મેકર્સ સામે રાખી છે આટલી શરતો

તારક મહેતા શોના ૧૨ વર્ષ પુરા થવા પર સેલિબ્રેશન રાખવામાં આવશે. અને આ આ ખાસ અવસર પર સિરિયલના મેકર તારક મહેતા શોના ચાહકોને એક ખાસ સરપ્રાઈઝ આપવાના છે.

સબ ટીવી પર જોવા મળતો તારક મહેતા શો દર્શકોનો મનપસંદ શો છે. અને જે લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. હંમેશા આ શો એ લોકોના દિલમાં જગ્યા બનાવીને રાખી છે. હાલ એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે શોમાં દયાબેનનું પાત્ર દિશા વાકાણી પાછા શોમાં જોવા મળી શકે છે. શોના ૩૦૦૦ હજાર એપિસોડ પુરા થઇ જશે. અને હવે સુત્રોની માનીએ તો આ શોના ૧૨ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગવવામાં આવેલા પ્રતિબંધ બાદ હવે શોનું શૂટિંગ ફરીથી શરૂ થશે. અને હાલ મેકર્સ દયાબેનને ફરીથી શોમાં લાવવા માટે ખુબ મહેનત કરી રહ્યાં છે.

દિશા વાકાણી ઘણા લાંબા સમયથી શોથી દૂર છે. વચ્ચે એક બે વાર અટકળો પણ સામે આવી હતી કે તે શોમાં ફરી વખત જોવા મળશે પરંતુ હજૂ સુધી દિશા વાકાણી આ બાબતે કોઈ ખુલાસો નથી કર્યો. જો કે હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે દિશા વાકાણીને પાછા શોમાં લાવવા માટે મેકર્સ સામે ઘણી શરતો રાખી છે. કે તે દીકરીની સંભાળ કરવા માંગે છે એટલે તે થોડો જ સમય કામમાં આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments