Home મનોરંજન ખૂબ સરળ સ્વભાવ અને હંમેશા હસતો ચહેરો જોઈને એવું લાગે કે આ...

ખૂબ સરળ સ્વભાવ અને હંમેશા હસતો ચહેરો જોઈને એવું લાગે કે આ વ્યક્તિત્વ કંઈક અલગ છે

0
67

ગુજરાતના સૌથી લોકપ્રિય અને જાણીતા કાલકાર એટલે કે મલ્હાર ઠાકર!, આજે મલ્હારનો જન્મદિવસ છે ત્યારે જાણીએ તેમના જીવનની અવનવી વાતો વિશે.

ગુજરાતી ફિલ્મનો ચમકતો તારો એટલે કે મલ્હાર ઠાકર!, ખૂબ સરળ સ્વભાવ અને હંમેશા હસતો ચહેરો જોઈને એવું લાગે કે આ વ્યક્તિત્વ કઈક અલગ છે.

મલ્હાર ઠાકરનો જન્મ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થયો અને ત્યારબાદ પરિવાર નોકરિયાત હોવાથી અમદાવાદ આવીને વસ્યો. મલ્હારનો ઉછેર અને અભ્યાસ પણ અમદાવાદમાં જ થયો. ત્યારબાદ અભિનય ક્ષેત્રે મલ્હાર કામ કરવા ઇચ્છતા હતા. અને આ માટે તે ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મુંબઈ ગયા. મુંબઈ ગયા બાદ નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. અને તેમને ગુજરાતી નાટ્ય કલાકાર સંજય ગોરડીયાનો ખૂબ સપોર્ટ મળ્યો. મલ્હારને મુંબઈમાં ઘણી દુવિધાઓ ઊભી થઈ. તે જણાવે છે કે તેમણે મુંબઈમાં ઘર ખૂબ બદલ્યા અને તે જણાવે છે કે આજે પણ જો તેમને કોઈ ઘર ખાલી કરવાનું કહે તો તે ૧૫ મિનિટમાં કરી શકે છે એટલા પ્રિપેડ થઈ ગયા છે.

મુંબઈમાં ઘણા નાટકોમાં કામ કર્યા બાદ મલ્હારે છેલ્લો દિવસ માટે ઓડિશન આપ્યું અને વિકીડાનું પાત્ર ભજવ્યું. આ ફિલ્મથી મલ્હાર અને છેલ્લા દિવસના દરેક પાત્રોને ખૂબ જ લોકપ્રિયતા મળી. ત્યારબાદ મલ્હારે ક્યારેય પાછુ વળીને નથી જોયું.

છેલ્લો દિવસની સફળતા બાદ તેમણે થઈ જશે, પાસપોર્ટ, દુનિયાદારી, કેશ ઓન ડિલિવરી, લવ ની ભવાઈ, શું થયુ, શરતો લાગુ, મિડ નાઈટ વિથ મેનકા, મિજાજ, સાહેબ અને ગોળકેરી જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. આ ઉપરાંત તેમણે “ડુ નોટ ડિસ્ટર્બ” કરીને એક વેબસિરીઝ પણ કરી છે.


મલ્હારે નાટકોમાં કામ કરતાં ત્યારે તેમને શરૂઆતમાં ૫૦૦ રૂપિયાનું કવર આપવામાં આવતું.

મલ્હાર પ્રથમ વાર ટીવી પર લોકપ્રિય કોમેડી શૉ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” જોવા મળ્યા હતા.

મલ્હાર અભિનયની સાથે સાથે સાહિત્ય અને સંગીતના પણ ઘણા રસિયા છે.

મલ્હાર આગામી સમયમાં “વિકીડાનો વરઘોડો”, “ધુંઆધાર”, “કેસરિયા” અને “સારાભાઇ”માં એક નવા અંદાજમાં જ જોવા મળશે.

મલહારને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા પર જબરદસ્ત ક્રશ છે.

મલ્હારની ઇચ્છા છે કે તે “સરદાર પટેલ”ની બાયોપિક પર ફિલ્મમાં કામ કરે.

મલ્હાર એક સારા એવા કવિ પણ છે અને તે કવિતા પણ લખે છે.

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here