Wednesday, January 26, 2022
Homeમનોરંજનસંગીતપૃથ્વી પરીખ મિકેનિકલ એન્જીનીયર માંથી ઇન્ડિપેન્ડન્ટ આર્ટીસ્ટ બન્યા, આજે તેમના ગીતો ધૂમ...

પૃથ્વી પરીખ મિકેનિકલ એન્જીનીયર માંથી ઇન્ડિપેન્ડન્ટ આર્ટીસ્ટ બન્યા, આજે તેમના ગીતો ધૂમ મચાવે છે

દૂધે તે ભરી તલાવડી‘ (6M+ views)  અને ‘મણિયારો‘ (1M+ views) જેેવા ગરબા કવરથી લોકપ્રિય થયેલ પૃથ્વી પરીખ મૂળ અમદાવાદના છે. પૃથ્વી પોતે ઇન્ડિપેન્ડન્ટ આર્ટીસ્ટ છે અને તેનું ‘ઉડાન- ધ બેન્ડ’ નામનું મ્યુઝિક બેન્ડ પણ છે. પૃથ્વી 6 વર્ષથી સંગીત સાથે જોડાયેલ છે અને 300+ શો કરી ચુક્યા છે. પૃથ્વીએ પોતાનું પહેલું ઓરિજિનલ હિન્દી સોન્ગ ‘સરદી કી સુબહ’ ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યું હતું. જેને લઈને તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા હતાં.

પૃથ્વી સાથે થયેલી ગુફ્તગુમાં તેઓએ તેમની મ્યુઝિક જર્ની અને આવનારા પ્રોજેક્ટ વિશે ઘણી વાતો કરી. પૃથ્વી પોતે મિકેનિકલ એન્જીનીયરીંગ ભણતા હતા અને અત્યારે તેઓ સિંગર છે. તેમની આ મિકેનિકલ એન્જીનીયર માંથી સિંગર સુધીની સફર જેવી ઘણી રસપ્રદ વાતો જાણો આ ઇન્ટવ્યુમાં.

Pruthvi Parikh

પૃથ્વી, તમે સંગીત ક્યાંથી શીખ્યું? અને તમારી મિકેનીકલ એન્જીનીયર માંથી સિંગર બનવાની સ્ટોરી વિશે જણાવો. 

એક્ચ્યુઅલી મેં સંગીત શીખ્યું જ નથી. મને સ્કૂલ ટાઈમથી જ સંગીતનો શોખ હતો. તે સમય દરમિયાન હું સ્કૂલ કોમ્પિટિશનમાં ભાગ લેતો અને તે સમય દરમિયાન જ હું સ્ટેજ શો અને એવું બધું કરતો. મારી કોલેજ શરૂ થઈ ત્યારે મેં ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં પાર્ટીસિપેટ કર્યું અને હું જીત્યો પણ ખરા. ત્યાર બાદ અમારું એક મ્યુઝિક બેન્ડ બન્યું અને પછી અમે કોમર્શિયલી લાઈવ શો કરવા લાગ્યા. અને ત્યાર બાદ અમે યુટ્યુબ પર આવ્યા. મેં સંગીતમાં કરિયર બનાવવાનું એટલા માટે નક્કી કર્યું કારણ કે મને સંગીત અને આર્ટમાંથી મને સેટીસ્ફેકશ મળે છે. એટલા માટે હું પોતે જ મારા વિડીઓમાં ઍક્ટિંગ કરું છું, સ્ટોરી પણ હું જ લખું છું. એટલે, ઓવરઓલ આર્ટ મને સેટીસ્ફાય કરે છે.

એન્જીનીયરીંગ માંથી સંગીત ક્ષેત્રમાં જવાના નિર્ણય પર તમારી ફેમિલીનો કેવો સપોર્ટ રહ્યો?

મારું ફેમિલી પહેલેથી જ ખૂબ સપોર્ટિંવ રહ્યું છે. અને આ નિર્ણય બાબતે પણ મને સપોર્ટ કર્યો છે. શરૂઆતમાં પેરેન્ટ્સને થોડું ટેન્શન જેવું હતું જોકે બધાંના પેરેન્ટ્સને તેના બાળકોનાં કરિયરની ચિંતા હોતી જ હોય છે. માટે તેઓ આપણને ડિગ્રી પુરી કરવાનું કહે છે. અને એમાંય મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ખૂબ જ વાઈડ છે. એટલાં માટે એવું ટેંશન હતું કે ચાન્સ મળશે કે નહી. છતાં મારા ફેમિલીએ મને ખુબ જ સપોર્ટ કર્યો અને દરેક બાબતમાં કરે છે. મને પહેલેથી જ કોઈ રોકટોક નથી. માટે મારા મ્યુઝિક કરિયરમાં મારા ફિમિલીનો કોઈ ઇન્ટરફીયરન્સ નથી રહ્યો.

તમારું પહેલું ઓરિજિનલ હિન્દી સોન્ગ ‘સરદી કી સુબહ‘ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. આ સોન્ગ પાછળની સ્ટોરી શું છે?

એક્ચ્યુઅલી, મેં આ સોન્ગ મારા મિત્રના પ્રિ-વેડિંગ શૂટ માટે બનાવ્યું હતું. અને તેઓને થોડું અલગ કંપોઝિશન જોઈતું હતું. મેં લગભગ 10 મિનિટમાં જ આ સોન્ગ કંપોઝ કરી નાખ્યું હતું. અને મને પોતાને પણ આ કંપોઝિશન ખૂબ જ ગમી હતી. થોડાં સમય બાદ મારા કોન્ટેક્ટમાં અમુક આર્ટિસ્ટો આવ્યા જેઓ પાસે કામ કરવા માટે લેટેસ્ટ રિસોર્સિસ નહોતા. ત્યારે મને વિચાર આવ્યો કે આપણે કઈક એવી પ્રોડક્ટ બનાવીએ જેમાં કોઈ પણ પ્રકારનાં લેટેસ્ટ કેમેરા ન હોય. માત્ર એક લોકેશન હોય અને સિમ્પલ કેમેરા હોય. જે એક એક્સામ્પલ સેટ કરે કે લેટેસ્ટ ટૂલ્સ ન હોવા છતાં જો તમારામાં આર્ટ છે તો તમે તમારી પ્રોડક્ટ રિલીઝ કરી શકો છો. પછી એ સફળ થાય કે ન થાય એ તમારી પ્રોડક્ટીવીટી અને ક્રિએટિવિટી પર છે. ‘સરદી કી સુબહ’ નું શૂટ શિમલામાં અને અમુક ફ્રેમ્સ તુર્કીમાં શૂટ કરવામાં આવ્યું હતું. અને ખૂબ જ સીમિત બજેટમાં તૈયાર થયું હતું.

Pruthvi Parikh

‘ઉડાન- ધ બેન્ડ’ કઈ રીતે બન્યું હતું? અને હાલ તેમાં કેટલા મ્યુઝિશિયન છે?

‘ઉડાન’ 2014માં બન્યું હતું. અને અમારા બેન્ડનો જે ડ્રમર હતો રચિત શાહ એ મારી જ કોલેજનો હતો. પહેલા તે દર્શન રાવલનાં બેન્ડમાં હતો. પણ તેને પોતાનું એક બેન્ડ બનાવવું હતું. અને તેણે મને કોલેજ કોમ્પિટિશનમાં સિગિંગ કરતા જોયો હતો. એટલે પછી રચિતે મને એપ્રોચ કર્યો. એવી રીતે અમે મળ્યા અને અમારા ગિટારિસ્ટને ફેસબુક દ્વારા મળ્યા. આવી રીતે અમારું ‘ઉડાન- ધ બેન્ડ’ બન્યું. અને ઉડાનમાં અમેં 300 થી વધુ શો કર્યા છે. હાલ ‘ઉડાન’માં ફોર્મર મેમ્બર તો હું એક જ છું. જુનાં મેમ્બર્સમાંના અત્યારે કોઈ જ નથી અને બીજા કોઈ ઓફિશિયલ મેમ્બર પણ નથી. ઉડાન- ધ બેન્ડ યુટ્યુબ ચેનલ પણ હું જ ચલાવું છું.

તમે Gujarati Folk (ગરબા) અને Bollywood Songs બન્નેનાં કવર બનાવો છો. તમને પોતાને ક્યાં ગીતનાં કવર બનાવવાની મજા આવે છે?

Gujarati Folk (ગરબા)એ મારી વ્યક્તિગત રુચિ છે. નવરાત્રી એ મારો સૌથી વધુ ગમતો તહેવાર છે. અને નવરાત્રીમાં મને ઘણા શો ની ઓફર પણ આવે છે. પણ મને ગરબા ગાવા કરતા રમવા બહુ જ ગમે છે અને હું મારા શો માત્ર ગરબા ઓરિયેન્ટેડ કરવા નથી માગતો એટલા માટે હું નવરાત્રીના શો પણ નથી કરતો. પણ હા, દર નવરાત્રીએ મારું એક નવું ગરબા કવર આવે એની પૂરતી કોશિશ કરું છું.

Pruthvi Parikh

 

બૉલીવુડમાં જવાનો કે બીજો કોઈ ભવિષ્યનો પ્લાન ખરો?

Well, મારુ સપનું માત્ર બૉલીવુડમાં જવાનું નથી. હું હંમેશાથી જ એક ઇન્ડિપેન્ડન્ટ આર્ટીસ્ટ બનવા માંગુ છું. મારે મારા ગીતો જ બનાવવા છે, મારા ગીતો જ પરફોર્મ કરવા છે. બૉલીવુડ એ એક ફાઇનાન્સિયલ સપોર્ટ માટેની ફિલ્ડ છે. અને જો ચાન્સ મળે તો હું ચોક્કસથી કરીશ જ. પણ હું મારા પોતાના ગીતો બનાવવાનું વધું પસંદ કરું છું. હાલ મારા 2-4 ટ્રેક પણ તૈયાર છે. જે ભવિષ્યમાં ચોક્કસ રિલીઝ કરીશ.

સંગીત ક્ષેત્ર એટલે સંઘર્ષનું ક્ષેત્ર. તમારી અત્યાર સુધીની સંઘર્ષ યાત્રા કેવી રહી?

Ahh! આ બાબતમાં લગભગ હું મને નસીબદાર કહી શકું. કારણ કે આ ફિલ્ડમાં મને પહેલેથી જ ખાસ્સી સારી ઓડિયન્સ મળી છે. 2014માં ‘ઉડાન- ધ બેન્ડ’ પર અમે અમારું પહેલું સોન્ગ કવર ‘તું જાને ના‘ જ્યારે રિલીઝ કર્યું ત્યારે વધીને 5 થી 6 મહિનામાં 100K+ views થઈ ચૂક્યા હતાં. અને ત્યારે 1 Lakh views હોવા એ બહુ જ મોટી વાત હતી. અને મને અમુક લોકોનાં નામ હજુ પણ યાદ છે જે લોકો મને 2014થી ફોલો કરે છે. તે લોકો હજુ પણ મારું કોઈ પણ ટ્રેક આવે તો તેને નિઃસ્વાર્થ ભાવે શેર કરે છે અને મારા કામને અપ્રિસિએટ પણ કરે છે.

તમારી Inspiration કોણ છે? તમે ક્યાંથી પ્રેરિત થાવ છો?

મારી કોઈ ચોક્કસ Inspiration નથી. હું લોકોની સ્કીલ્સ ફોલો કરું છું. Indian Artists માંથી હું કિશોર કુમારથી પ્રેરિત છું. મને તેમની lyrics લખવાની સ્કિલ ખૂબ જ ગમે છે. અને તેનું મ્યુઝિક પણ મિનિંગફૂલ હોય છે. અને Western Artists માં Pink Floyd કરીને એક બેન્ડ છે. તેમના મ્યુઝિકની ટેક્નિકાલિટીઝથી હું ખાસ્સો પ્રેરિત છું.

તમારી ઓડિયન્સ તમારા નવા સોંગની રાહ જોઈ રહી છે. તો શું તમે આવનારા સોન્ગ/કવર વિશે માહિતી શેર કરવા માંગશો?

ચોક્કસ! મેં લોકડાઉનમાં જ 6-7 ગીતો લખી નાખ્યા છે. અને ઘણાં બધાં પેન્ડિંગમાં પણ છે. અને હવે મારા ઓરિજિનલ ગીતો જ આવશે. તો હા, ઘણું બધું ચાલી રહ્યું છે અને આવનારા સમયનાં ઘણા બધા ગીતો પણ આવશે.

એક સિનિયર આર્ટીસ્ટ તરીકે તમારા જુનિયર આર્ટીસ્ટો માટે કાઈ મેસેજ શેર કરવા માંગશો?

એક વાત કહેવા માંગીશ કે, કોઈ પણ આર્ટીસ્ટ હોય- ઇન્ડિપેન્ડન્ટ કે પછી બૉલીવુડ વગેરે. તેઓએ કોઈ દિવસ પોતાનું મોટિવેશન છોડવું નહી. વિઘ્નો/મુશ્કેલીઓ ઘણી બધી આવશે પણ તમારે તમારું મોટિવેશન છોડવાનું નથી. કારણ કે મોટિવેશન જ તે મુશ્કેલીઓને ક્રેક કરી શકશે. અને જેનાં પર પણ કામ શરૂ કર્યું છે તે કામ શરૂ રાખો. એક દિવસ તો એવો આવશે જ જે દિવસે તમારું કામ નિખરશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments