Wednesday, January 26, 2022
Homeમનોરંજનવેબ-સીરીઝયુટ્યુબ પર ધૂમ મચાવી રહેલી ગુજરાતી વેબસીરિસ 'અધૂરી વાત' નાં ડાયરેક્ટ ધ્રુવ...

યુટ્યુબ પર ધૂમ મચાવી રહેલી ગુજરાતી વેબસીરિસ ‘અધૂરી વાત’ નાં ડાયરેક્ટ ધ્રુવ ગોસ્વામી સાથે ગૂફતગુ

પહેલાની સરખામણીમાં અત્યારે ગુજરાતી ફિલ્મો અને વેબસીરિસ ખૂબ જ વિકસી રહી છે અને લોકોને ખૂબ પસંદ પણ આવી રહી છે. અત્યારે યુટ્યુબ પર ગુજરાતી વેબસીરિસ ‘અધૂરી વાત’ ધૂમ મચાવી રહી છે. ‘અધૂરી વાત’ વેબસીરિસનાં ડાયરેક્ટર અને રાઈટર ધ્રુવ ગોસ્વામીએ ‘અધૂરી વાત’ બનાવવા પાછળની સ્ટોરી અને આ વેબસીરિસ અંગેની ઘણી બધી વાતો આ ઇન્ટરવ્યૂમાં શેર કરી.

‘અધૂરી વાત’ વેબસીરિસની સ્ટોરી લખવાનો વિચાર કઈ રીતે આવ્યો?

Basically, હું અલગ-અલગ કોન્સેપ્ટ પર લખતો હોઉ છું. જે આપણી આસપાસ સામાન્ય રીતે જોવા મળતા હોય છે. એમાં એક દિવસ અચાનક મને વિચાર આવ્યો અને મેં લખવાનું શરૂ કર્યું કે કોઈ ડિવોર્સ થયેલા કપલ, ડિવોર્સ થયા પછી સામસામા મળે તો શું થાય. તેનાં મેં અલગ-અલગ કારણો શોધ્યા કે મળ્યા પછી આવું-આવું થઈ શકે. અને એવી રીતે હું લખતો ગયો અને જોતજોતામાં ‘અધુુુરી વાત’ ક્યારે બની ગઈ એની ખબર પણ ન રહી! અને જ્યારે મેહુલ અને જિનલની સાથે રીડિંગ શરૂ થયું ત્યારે સમજાયું કે કદાચ એ લોકો મારા કરતાં પણ વધારે આદિત્ય અને અદિતિનાં કેરેક્ટરને સમજી ગયા છે. અને એમના તરફ થી પણ આવતા જે યોગ્ય હતાં એવા વિચારને મેં સ્વીકાર્યા. સાથે જિનલએ સુંદર મોનોલોગ્સ લખ્યા જેમના કારણે ‘અધૂરી વાત’ આટલી સુંદર લખાઈ છે એટલે કઈક ને કઈક ‘અધૂરી વાત’નાં લખાણ માં મેહુલ સોલંકી અને જિનલ બેલાની નાં લખાણ વગર અધૂરી રહી ગઈ હોત.

‘અધૂરી વાત’ ના લીડ એક્ટર્સ તરીકે જિનલ બેલાની અને મેહુલ સોલંકીને જ કઈ રીતે પસંદ કર્યા?

Adhuri Vaat

Accidentally, જિનલ બેલાનીનું કાસ્ટિંગ એક્સિડન્ટલી થયું હતું. એમાં એવું થયું હતું કે ‘અધૂરી વાત’ માટે પહેલા જેનું કાસ્ટિંગ કર્યું હતું એ અમુક કારણોસર વેબસીરિસ કરી શકે એમ નહોતા. પછી કાસ્ટિંગ બાબતે હું મારી ફ્રેન્ડ જોડે વાત કરતો હતો અને એણે મને જિનલ બેલાનીનું સજેશન આપ્યું. અને મને પણ એ વિચાર ખૂબ ગમ્યો. પછી મારી જિનલ સાથે વાત થઈ અને એમણે હાં પાડી. અને મેહુલ સાથે તો મેં પહેલા પણ કામ કરેલું છે માટે મેં નક્કી જ કરી લીધું હતું કે ‘અધૂરી વાત’ નો આદિત્ય તો મેહુલ જ બની શકશે.

વેબસીરિસ અને ફિલ્મની સ્ક્રિપ્ટ રાઈટિંગમાં તમને શું તફાવત લાગે છે?

તફાવત તો એટલો ખાસ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે ફિલ્મમાં લોકો વધારે આકર્ષાય છે. ફિલ્મનું બજેટ વધારે હોવાથી અલગ-અલગ લોકેશન પર શૂટ થઈ શકે છે. જ્યારે વેબસીરિસનું બજેટ સીમિત હોય છે. માટે સ્ક્રિપ્ટ લખવામાં માટે એક લેવલ જાળવવું પડે છે. અને ફિલ્મમાં એવું છે કે લોકો એક વાર જોવા જાય એટલે તેને એક ટિકિટ તો ખરીદવી જ પડે. જ્યારે વેબસીરિસમાં લોકોને કનેક્ટેડ રાખવા પડે છે. કારણ કે, જો વ્યૂઅર્સ થોડાં પણ કંટાળે એટલે એ વેબસીરિસ છોડી દે છે. તો આવી બાબતોનું ધ્યાન રાખીને સ્ક્રિપ્ટ લખવાની રહેતી હોય છે.

Dhruv Bhatt

અત્યારે ગુજરાતી ફિલ્મ અને વેબસીરિસ ખૂબ સારી રીતે વિકસિત થઈ રહી છે. એને હજું ઊંચા પ્લેટફોર્મ પર લઈ જવા લેખકો અને ડાયરેક્ટરોએ કઈ બાબતો પર ધ્યાન રાખવાની જરૂર છે?

ગુજરાતી ફિલ્મ અને વેબસીરિસ ઇન્ડસ્ટ્રીને આગળ લાવવા માટે પહેલા તો લોકોને કનેક્ટ થાય એવું કંઈક બનાવો. જેના માટે કન્ટેન્ટ ખૂબ જ મહત્વનો છે. અને બીજું ક્વોલિટી પણ ખૂબ સારી રાખવી. જો કન્ટેન્ટ અને ક્વોલિટી સારી હશે તો લોકો જરૂરથી કનેક્ટેડ રહેશે.

‘અધૂરી વાત’માં વાત તો હજુ અધૂરી જ છે. તો 2જી સિઝન આવવાની શક્યતા ખરી?

Hahah! ચોક્કસ. બીજી સિઝન આવશે જ. અને એમના માટે અમે લોકો વર્કઆઉટ પણ કરી રહ્યા છીએ. અત્યારે સ્ક્રિપટિંગ લેવલ પર છે એમ કહી શકાય. પણ એમના પહેલા હજુ 2 પ્રોજેક્ટ છે એ પુરા કરીશું ત્યાર બાદ ‘અધૂરી વાત – 2’ આવશે.

Dhruv Bhatt

તમારા આવનારા પ્રોજેક્ટ વિશે કાઈ માહિતી શેર કરવા માગશો?

કાંઈ ચોક્કસ માહિતી તો નહી કહી શકું. પણ હા, હું અને જિનલ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. જેની વધુ માહિતી આવનારા દિવસોમાં શેર કરીશું.

ગુજરાતી વેબસીરિસના ઉભરતા સ્ક્રિપ્ટ રાઈટર્સ માટે કાઈ સજેશન/સલાહ?

સલાહ આપવા જેવું તો કઈ છે જ નહી. કારણ કે બધા ખૂબ સારું કામ કરી રહ્યા છે. બસ એક વાતનું ધ્યાન રાખો કે તમે વેબસીરિસ દ્વારા જે મેસેજ આપવા ઈચ્છો છો તે લોકો સુધી સારી રીતે પહોંચે અને ખાસ કરીને લોકો ડિસ્કનેક્ટ ન થાય તેનું ધ્યાન રાખવું.


Webseries Review (view is personal)

જ્યારથી ગુજરાતી ફિલ્મ અને વેબસીરિસ રિલીઝ થઈ રહી છે ત્યારથી મને બોલિવૂડ અને હોલિવૂડમાં ઓછો રસ રહ્યો છે. કારણ કે, ગુજરાતી ફિલ્મ/વેબસીરિસ માં આપણે સારી રીતે કનેક્ટ થઈ શકીએ છીએ. અને અત્યારની વેબસીરિસનાં કન્ટેન્ટ પણ ખૂબ જ સારા આવી રહ્યા છે.

મને સિમ્પલ અને ક્યૂટ વેબસીરિસ ગમે છે. જેમાં એક્શન, હોરર સીન કે પછી સસ્પેન્સ ના હોય. એક સિમ્પલ સ્ટોરી હોય. જેમાં સારા ડાયલોગ્સ અને વન લાઈનર્સ હોય. ‘અધૂરી વાત’ વેબસીરિસ પણ કંઈક એવી જ છે. So, જે લોકો મને ગમે છે એવી વેબસીરિસ જોવાનું પસંદ કરતાં હોય તેને એક વાર ‘અધૂરી વાત’ જરૂરથી જોવી. વેબસીરિસની લિંક નીચે આપેલી છે.

– વિવેક

‘અધૂરી વાત’ (Episode 1-5)

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments