Wednesday, January 26, 2022
Homeજીવનશૈલીખોરાક અને વાનગીઓ"સ્વાદિષ્ટ કંદમૂળ અલકડાં (આળુ)"

“સ્વાદિષ્ટ કંદમૂળ અલકડાં (આળુ)”

અલકડાં (આળુ) એક પ્રકારનું કંદમૂળ છે. જેને વિવિધ વિસ્તારોમાં આળુ, પેંડાળું, આમલ, પીંડી તરીકે ઓળખવામાં આવે છે. જેની ખેતી ખૂબ જ ઓછાં ખેડૂતો કરે છે. મોટેભાગે ખેડૂતો તેને ફકત ઘર માટે જ રોપે છે. આ આળુને ચોમાસામાં રોપવામાં આવે છે. ત્યારબાદ દિવાળી પહેલાં આ આળુને જમીનમાંથી કાઢી લેવામાં આવે છે. આદિવાસી સમાજનાં લોકો ખાતાં પહેલાં આ આળુને કંસેરી માતાને ચઢાવે છે. ત્યારબાદ જ તેને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે.

આ આળુ સ્વાદે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આળુને લોકો શેકીને કે બાફીને ખાય છે. આળુને બટાકા, કાંદા તથા ચીકન-મટન વગેરે સાથે પણ લોકો ખાય છે. આળુનો આંતરિક ભાગ ખૂબ જ ચીકાશયુકત હોય છે. આળુમાંથી અનેક પોષક તત્વો પણ શરીરને મળે છે. બજારમાં આળુની કિંમત પણ વધું હોય છે. મશરુમની જેમ આળુની ખેતી પર પણ ભાર મૂકવામાં આવે અને આયોજનબદ્ધ રીતે તેની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને આળુની ખેતી થકી સારી આવક મળી શકે છે.

~ કિરણ પાડવી વાંસદા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments