Wednesday, January 26, 2022
Homeસાહિત્યકવિતાડીયર સુશાંત, જવાથી તારા દરેક વ્યક્તિ આજે નાના મોટા પરિવર્તનના ચક્રમાં છે...

ડીયર સુશાંત, જવાથી તારા દરેક વ્યક્તિ આજે નાના મોટા પરિવર્તનના ચક્રમાં છે ~સંદિપા ઠેસિયા

ડીયર સુશાંત,

જવાથી તારા દરેક વ્યક્તિ આજે નાના મોટા પરિવર્તનના ચક્રમાં છે, દેખાય કે ના દેખાય. એ હર કોઈ જે સ્ટ્રગલ કરી રહ્યું હતું અથવા મળેલી સક્સેસ ને માણી રહ્યું હતું. એ હર કોઈ જે બસ હમણાં જ સપના જોતા શીખ્યું હતું અથવા સપના પૂરા કરવા મુઠ્ઠીઓ વાળી ને દોડી રહ્યું હતું. એ હર કોઈ જે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી નીકળવાના હજુ નવા નવા વિચાર કરી રહ્યું હતું અથવા તો ત્યાંથી નીકળીને સાવ અનકમ્ફર્ટેબલ અવસ્થામાં જીવીને પણ હસતું મોઢું રાખતા શીખી ગયું હતું…

એ બધા ને જ તારા જવાથી એક ઝટકો મળ્યો છે. એવું નથી કે આ પહેલા કોઈ એ આમ અચાનક એક્ઝિટ નથી લીધી. પણ તું ખાસ નીકળ્યો બધા માટે કારણ કે તારા વિશે જાણ્યા, વાંચ્યા ને સમજ્યા પછી દરેક ને લાગ્યું કે આવો જ એક સુશાંત તો મારામાં ય જીવે છે. દરેક ને પોતાનો એક અંશ દેખાયો તારામાં એટલે તારી સાથે આટલી માયા બંધાઈ ગઈ કુદરતી. લાગ્યું બધા ને કે હા અમે ય આવું જ તો ભોગવીએ છીએ, ક્યાંક ને ક્યાંક. ક્યાંક ને ક્યાંક અમારી સાથે પણ અન્યાય થયો છે. માટે સફાળા જાગ્યા છે બધા. તારા લીધે અવાજ મળ્યો છે એ વણકહેલી વાતો ને, જેને કહેવા ભરપૂર હિંમત જોઈએ. તારા લીધે પોતાના માટે લડતા શીખ્યા અહીંયા સૌ, જે માત્ર બીજાને રાજી રાખવા મથતા હતા..

જાણે છે કેમ? કેમ કે એક સુશાંત તો ગયો, પણ આ સૌ ની અંદર જે જીવી રહ્યો છે એ મરવો ના જોઈએ. સૌ કોઈ ને ફિકર થઈ છે પોતાની અંદર વસતા એ અંશ ની, કે બસ એ જીવતું રહે, એ ખુશ રહે, એ ડિપ્રેશ થઈ ઉછાળા ના ભરે..

માટે જ સેલ્ફ એનાલિસિસ ની જરૂર છે આપણે.

જે પૈસા, પ્રસિદ્ધિ અને સક્સેસ ને મન પર આટલી હાવી થવા દીધી છે, જે ના મળે તો જીવન જ નથી ને મળે તો જ આપણે કૈક ઉકાળ્યું એમ સમજીએ છીએ, એ સત્ય નથી. એ કાયમી નથી.

ખુદ સુશાંતે જ પોતાના એક લેક્ચર માં સરસ ઉમદા વાત કહી દીધી હતી કે ભૂતકાળ કે ભવિષ્ય ખુશી ના આપી શકે. ખુશી છે આજ.. આજની આ તક, આજ ની આ પળ. આજે હાલમાં તમે જે કરી રહ્યા છો, મસ્ત મગ્ન થઈ ને ચા માણો છો કે કોઈ આર્ટિકલ લખવા મચી પડ્યા છો. રસોઈ બનાવો છો કે ફ્રેંન્ડ સાથે ગપ્પા મારી રહ્યા છો..જો એ પળ ને માણી રહ્યા છો તો સાચે જીવી રહ્યા છો.

ખુશી છે કર્મ કરવામાં, બધું ભૂલી ને, કોઈ ની પરવાહ વગર. ગમતા કામ ને ગળે વળગાડી એમાં ડૂબી ગયા છીએ તો એ સાચો આનન્દ છે, એ સાધના છે, એ શાંતી છે ને સુખ છે. કામનું ફળ મળવું એ બાય પ્રોડકટ હોઈ શકે. દરેક વખતે મંઝિલ જ સુખ ના આપે, આનન્દ તો સફર નો છે. ગમે તેમ કોઈ સંભળાવે, ટાંટિયા ખેંચ અનુભવવી પડે, કામ કરવામાં આડા આવે કે કોઈ રિઝલ્ટ જ ના મળે, પણ ચાલવાનો આનંદ જરૂરી છે, ચાલવું જરૂરી છે..એમ જીવવું પણ જરૂરી છે. હારી થાકી ને અચાનક એક્ઝિટ ના મરાય.

ધાર્યું ના મળે તો ય મોજ છે..
સબંધો તૂટે તો ય મોજ છે…
કોઈ બોલાવે ના બોલાવે તો ય મોજ છે..
અપેક્ષાઓ ભાંગે તો ય મોજ જ છે…

ખુદ ને મોજમાં રાખવાની આ જર્ની જરૂરી છે. એ જર્ની માટે ની જ આ એક કવિતા છે..ઘણા લાંબા સમય થી પેન્ડિંગ પ્રોજેકટને શરૂ કરવાની તક મળી અને આ પહેલી કવિતા બસ એ વિશે જ છે..

તમારા અભિપ્રાયની રાહ રહેશે..
Thank you🦋🌟

Sandipa Thesiya

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments