Wednesday, January 26, 2022
Homeસાહિત્યકવિતાટપાલ ~મનીષા પ્રધાન

ટપાલ ~મનીષા પ્રધાન

ધીરજ તો રહેતી
એ ટપાલના
જમાનામાં.
આતુરતા,
અધીરાઈ,
પ્રતીક્ષા
ને વળી,
કાગડોળે
જોવાતી રાહ.
‘ને સાયકલની
ટીન – ટીન
એ તો જાણે
કર્ણપ્રિય સંગીત.
ધીરજ તો રહેતી
એ ટપાલના જમાનામાં.

“પ્રિય” નો કાગળ
હાથમાં આવતાં,
હૈયું હરખાતુ,
નયન શરમાતાં
ને એકાંતમાં એ
કાગળના એકેએક
શબ્દો પર
ચુંબન વરસતાં.
કેટલીય વખત
વંચાતો એ કાગળ.
ને વર્ષો વરસ
સચવાતો કાગળ.

– મનીષા પ્રધાન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments