Wednesday, January 26, 2022
Homeરાજકારણસુરતના સામાજિક કાર્યકર સંજય સંજય ઇઝાવાની નવા ભાજપા,ગુજરાત અધ્યક્ષ અને ભાજપને નમ્ર...

સુરતના સામાજિક કાર્યકર સંજય સંજય ઇઝાવાની નવા ભાજપા,ગુજરાત અધ્યક્ષ અને ભાજપને નમ્ર અપીલ

શું કોરોનાના સમયમાં આ જરૂરી છે ?

સી.આર પાટીલ અને ભાજપા,ગુજરાત સ્વૈચ્છિક રીતે આ કાર્યક્રમ રદ ના રાખી શકે ?

એકપણ વ્યક્તિ પોતાની કારમાંથી બહાર નહીં જ નીકળશે એવી ખાતરી કોણ આપશે ?

પ્રતિ,
તારીખ:- ૨૩.૦૭.૨૦૨૦.
૧. કલેક્ટર શ્રી, સુરત જીલ્લા.
૨. કમિશ્નર શ્રી, સુરત મહાનગર પાલિકા
૩. કમિશ્નર શ્રી, સુરત સીટી પોલીસ.
૪. નાયબ પોલીસ કમિશ્નર શ્રી, સુરત સીટી ટ્રાફિક પોલીસ.

વિષય:- “*ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત સુરત આગમન પર ભવ્ય કર રેલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર ( ફોર વ્હીલ ગાડી ) દ્વારા ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ” ની મંજૂરી રદ કરવા બાબત.*

જય ભારત સાથે જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત સુરત આગમન પર ભવ્ય કર રેલી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર ( ફોર વ્હીલ ગાડી ) દ્વારા ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવીને શહેરના ઘણા બધા ધારાસભ્ય શ્રીઓ રાજકીય નેતાઓ પોતાની સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાહેરાત કરી ચુક્યા છે. જે સંદર્ભે હજારોની સંખ્યામાં સાપોટર્સ પોતાની કાર , બાઈક લઈને સુરત એરપોર્ટ પર પોહચશે એવી પૂરેપૂરી સંભાવના છે. પ્રદેશ અધ્યક્ષના પ્રથમ વાર સુરત આગમન જુસ્સામાં લોકો પોતાનું ભાન ભૂલીને એક બીજા સાથે હળી મળીને રહેવાની પૂરે પૂરી સંભાવના છે.
જયારે સુરત સીટી પોલીસ કમિશ્નર શ્રી દ્વારા જાહેરનામું બાહર પાડીને ધારા ૧૪૪ લાગુ કરાવવામાં આવેલ હોય, રાજય , કેન્દ્ર સરકાર દ્વારા એપેડમિક એક્ટ લાગુ હોઈ તથા રોજે રોજ શેહરમાં કોરોના દર્દીઓની સંખ્યા અને મરણ સંખ્યા વધતી જતી હોય એવા સંજોગમાં આ પ્રકારનું કોઈ પણ રિસ્ક લેવા માટે તંત્ર દ્વારા અનુમતિ ના આપવી જોઈએ એવું મારા અને લાખો જનતાનું મંતવ્ય છે.
કોઈ પણ બાંહેધરી અને ખાત્રી આપીને લોકો ભેગા થવા માટે મંજૂરી લેતા હોઈ. પછી પરિસ્થિતિ કોઈના કાબુમાં રેહતી નથી. આવા ઘણા સામૂહિક પ્રસંગો સુરતમાં થઇ ગયેલ છે. જેથી આપ તમામ સુરત સીટી ના કમિશ્નર શ્રીઓને મારી આ વિનંતી છે કે હાલના સંજોગો ધ્યાને રાખીને આ પ્રકારના કોઈ પણ સમૂહ કાર્યક્રમ માટે મંજૂરી આપવી ના જોઈએ અથવા મંજૂરી આપેલ હોઈ તો તે તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ.
યોગ્ય કાર્યવાહીના આશા સાથે.

આપનો વિશ્વાસુ

સંજય ઇઝાવા.
૦૯૭૧૨ ૯૯૯ ૬૬૬

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments