Home પ્રતિબિંબ વ્યથા “મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે” : મૃત્યુની અમુક ક્ષણ પહેલાં પુત્રએ પિતાને...

“મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે” : મૃત્યુની અમુક ક્ષણ પહેલાં પુત્રએ પિતાને વિડીયો મોકલ્યો

0
50

Hyderabad:

સોશિયલ મીડિયા પર એક વીડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં 34 વર્ષના યુવાન પુત્ર તેના પિતાને સરકારી હોસ્પિટલમાંથી એક વીડીયો મોકલ્યો હતો. આ યુવાનને 10 પ્રાઇવેટ હોસ્પિટલમાંથી રિફ્યુઝ કરવામાં આવ્યા હતા અને છેલ્લે તેઓને સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. વિડીયોમાં યુવાન એ શું કીધું હતું એ જણાવતા તેમના પિતાએ કહ્યું, ‘હું શ્વાસ નથી લઈ શકતો. મે તેઓને ઘણું નિવેદન કર્યુ પણ છેલ્લા 3 કલાકથી હું રૂંધાઈ રહ્યો છું. મને હવે લાગે છે કે મારું હૃદય હવે વધુ નહિ ચાલી શકે. Bye daddy. Bye to all.’ 

NDTV ને જણાવતા તેમના પિતા કહ્યું કે, ‘મારા પુત્ર એ હોસ્પિટલમાં ઘણા પાસે મદદ માંગી પરંતુ કોઈએ મદદ ન કરી. આ વિડીયોની જાણ મને તેમનાં અંતિમ સંસ્કાર કર્યા બાદ મળી. અને મારા પુત્રનાં છેલ્લા શબ્દો હતા, bye daddy.’ આટલું કહેતા જ તેમના પિતા રડી પડ્યા.

પુત્રના અંતિમ સંસ્કાર કર્યા બાદ તે જ દિવસે પ્રાઇવેટ હોસ્પિટલમાં કરાવેલ તેમના પુત્રનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. તેમના પરિવારને પુત્રનાં મૃત્યુનાં ઝટકા પછી આ બીજો ઝટકો લાગ્યો. તેમના પરિવારમાં કુલ 6 સભ્યો છે અને તેઓ બધા તેના સંપર્કમાં હતાં.

તેમના પિતાએ જણાવતાં કહ્યું કે, ‘મારી 12 વર્ષની પ્રપૌત્રી અને 9 વર્ષનાં પ્રપૌત્રને પણ કોરોના થવાની શક્યતા છે. જેને હજુ નથી ખબર કે તેના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા.’ તેના પિતાએ ખૂબ આઘાત લાગતા કહ્યું, ‘મારા પુત્ર શા માટે ઓક્સિજન પૂરો પાડવામાં ન આવ્યો? શું હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ ન હતી?’

જ્યારે હોસ્પિટલ દ્વારા આ તમામ આરોપોને નકારતા જણાવવામાં આવ્યું કે, દર્દીનું મૃત્યુ Myocarditis નામની બીમારીના કારણે અચાનક થયું હતું.

Also read | Jayraj અને Bennicks સાથે ઘટેલી ઘટનાની હકીકત

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here