Wednesday, January 26, 2022
Homeપ્રતિબિંબવ્યથાનિર્ભયા કેસથી હાથરસ સુધી શું બદલાયું? ~ભગીરથ ત્રિવેદી

નિર્ભયા કેસથી હાથરસ સુધી શું બદલાયું? ~ભગીરથ ત્રિવેદી

નિર્ભયા કેસ 2012 ડીસેમ્બર બન્યો હતો.

તે સમયે આ ઘટના બાદ લોકોએ રાયસીના હિલ્સ જેને પ્રધામંત્રીનું નિવાસ સ્થાન કહે છે તેને હલાવી દીધું હતું.

લોકો દેશમાં અને ખાસ કરીને દિલ્હીમાં ખૂબ વિરોધ પ્રદર્શનો થયા.વિપક્ષ પણ મજબૂત રીતે તેમાં જોડાયો. જંતર મંતર પર વિરોધ પ્રદર્શનો થતાં હતા અને સામાન્ય લોકો તેમાં જોડાયા હતા અને ખાસ કરીને તેમાં મોટી સંખ્યામાં મહિલા જોડાઈ હતી.મીડિયા દ્રારા પણ તેને ખૂબ કવર કરવામાં આવ્યું હતું.આજે આ ભીડ ગાયબ છે.

નિર્ભયા કાંડ ને આજે 7 વર્ષ થઈ ગયાં છે. 7 વર્ષમાં દેશમાં 2,48,000 રેપના કેસ નોંધાયા છે. એટલેકે દૈનીક 98 કેસ નોધાઇ રહ્યા છે.

નિર્ભયા સમયે તેમની સારવાર માટે તેને સિંગાપુર મોકલવામાં આવ્યા હતા.યાદ કરો તે સમયે નિર્ભયાને જ્યારે સિંગાપુરથી ભારત લાવવામાં આવ્યા ત્યારે એરપોર્ટ પર ભારતના વડાપ્રધાન ડો.મનમોહનસિંઘજી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હાજર હતા.

હાથરસની ઘટનામાં ભોગ બનેલ વ્યક્તિની સારવાર અલીગઢમાં જનરલ વોર્ડમાં થઈ રહી હતી.

ઘટના બાદ તેની બોડીને પણ તેના પરિવારને આપવાના બદલે રાત્રે તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવી.

હિન્દુ ધર્મના નકલી ઠેકેદાર બની બેઠેલા લોકો એટલી પણ માનવતા ના દાખવી શક્યા કે હિન્દુ ધર્મમાં રાત્રે અંતિમ સંસ્કાર નથી થતાં.

યુપીની સરકારે હાથ રસની ઘટના માટે એક પ્રાઇસ ટેગ નક્કી કરી છે. પીડિત પરિવારને હથરસમાં એક મકાન અને સરકારી નોકરી.

~ ભગીરથ ત્રિવેદી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments