Wednesday, January 26, 2022
Homeપ્રતિબિંબસશક્તિકરણએક એવા ચિત્રકાર કે જેઓ હંમેશા ઉઘાડા પગે જ રહેતાં હતા

એક એવા ચિત્રકાર કે જેઓ હંમેશા ઉઘાડા પગે જ રહેતાં હતા

પ્રખ્યાત ચિત્રકાર મકબુલ ફિદા હુસેન તેમની પેઇન્ટિંગ્સ માટે વિશ્વભરમાં જાણીતા હતા.

એમ એફ હુસેન એક એવા ચિત્રકાર હતા કે જેઓ ઉઘાડ પગે રહેતાં,તેઓએ હોર્ડિંગ્સ પણ રંગ્યા હતા.

તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1915 ના રોજ થયો હતો. સિનેમા તેમનો પહેલો પ્રેમ હતો. આ કલા સાધકના જીવનની સફર વિશે જાણો, 9 જૂને તેમનું અવસાન થયું છે.

પ્રખ્યાત ચિત્રકાર મકબુલ ફિદા હુસેન, જેમનો પહેલો પ્રેમ સિનેમા હતો. એટલા માટે જ તે ફિલ્મ નિર્દેશક બનવા માટે મુંબઈ ગયા, પરંતુ અહીં રહેવા માટે તેઓએ ફિલ્મ બિલબોર્ડમાં પેઇન્ટિંગ અને રમકડા બનાવવાનું કામ કર્યું. જાણો મકબુલ ફિદા હુસેન સાથે તેમની પુણ્યતિથિ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

હુસેન તેમના શરૂઆતી અને સંઘર્ષના દિવસોમાં પૈસા કમાવવા માટે ફિલ્મોના હોર્ડિંગ્સ પણ રંગતા હતા . આ સમય દરમિયાન, તેઓ પેઇન્ટિંગ તરફ આગળ વધ્યા. ધીરે ધીરે પેઇન્ટિંગ તેમનો જુસ્સો બની ગયું અને વર્ષ 1940 માં તેમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી.

એમ એફ હુસેન બોલીવુડની “ધક – ધક ગર્લ” માધુરી દીક્ષિતના તેઓ બહુ મોટા પ્રશંસક હતા. તેઓએ માધુરી અને તબ્બુ સાથે પણ ફિલ્મ્સ બનાવી હતી. કહેવાય છે કે તેઓ વિદ્યા બાલન સાથે પણ ફિલ્મ બનાવવા માંગતા હતા.

પેઇન્ટિંગને કારણે ઉદભવેલા વિવાદોને કારણે તેઓને ભારત છોડીને 2006માં દોહા જઈને રહેવું પડ્યું હતું. ત્યારબાદ તેઓએ કતારનું નાગરિકત્વ પણ લીધું હતું. પેઇન્ટિંગમાં, તેઓ દેશ અને વિશ્વમાં ખુબ નામ કમાયા. 9 જૂન, 2011ના રોજ તેમનું લંડનમાં અવસાન થયું.

હુસેન ક્યારેય પણ પગરખાં કે ચપ્પલ પહેરતા ન હતા. તેઓ હંમેશાં ઉઘાડપગે જ રહેતા હતા . હુસેન કહેતા કે તમે મને જંગલમાં છોડી દો તો પણ હું ત્યાંથી કંઈક ક્રિએટિવ બનાવીને પરત આવીશ. ગૂગલે તેમના વિશે કહ્યું હતું કે, “આ ખ્યાતિ આંશિક રૂપે તેમની આધુનિકતાવાદી, સુંદર પેઇન્ટિંગ અને તેમણે કરેલા કાર્યને કારણે છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments