Wednesday, January 26, 2022
Homeપ્રતિબિંબસશક્તિકરણધરતી પર ભગવાન ~ ડૉ.તપન કુમાર લહરી

ધરતી પર ભગવાન ~ ડૉ.તપન કુમાર લહરી

લેખ સંકલન: ફિરોઝ ખાન

આપણે ઘણી વખત ઘણી એવી વ્યક્તિઓને આપણી આજુ બાજુ જોતાં હોઈએ છીએ જે બિલકુલ સામાન્ય લાગતી હોય છે. સામાન્ય વ્યક્તિ જેવુંજ એમનું જીવન હોય છે. કોઈ દિવસ આપણે એવી વ્યક્તિનો પરિચય મેળવવાનો પ્રયત્ન સુદ્ધાં નથી કરતાં. આજે એવી જ એક સામાન્ય લાગતી પરંતુ અસામાન્ય વ્યક્તિનો પરિચય કરાવી રહ્યો છું.

સામાન્ય કપડાં પહેરેલ આ વ્યક્તિ એક હાથમાં બેગ અને બીજા હાથ માં છત્રી લઇ વારાણસીંની ગલીઓમાં ચાલતાં જોઈ શકો છો. ફક્ત ૨૫ રૂપિયાની રાઈસ પ્લેટ ખાતાં જોઈ શકો છો. ગરીબ અને ભિખારીઓ સાથે પ્રેમ અને લાગણીથી મળતાં અને વર્તતાં જોઈ શકો છો.

દોસ્તો, આ અસામાન્ય વ્યક્તિ છે પદ્મશ્રી ડોક્ટર ટી. કે.લહરી (તપન કુમાર લહરી). ડોક્ટર લહરી આજે પણ બનારસ હિન્દૂ વિશ્વ વિદ્યાલયમાં રોજ ગરીબોની નિઃશુલ્ક સેવા કરવા માટે પગપાળા જાય છે. ડોક્ટર લહરી સામાન્ય ડોક્ટર નથી. તેઓ કાર્ડઓથોરેસિક સર્જિયન છે!

યુપીના મુખ્યમંત્રી યોગીએ વારાણસીમાં રહેતાં અમુક અસામાન્ય વ્યક્તિઓને મળવાનું નક્કી કર્યું. લિસ્ટમાં ડોક્ટર લહરીનું નામ પણ હતું. મોટા અધિકારીઓ એમને આમન્ત્ર્ણ આપવા ગયા તો આ ખુદ્દાર લહરી સાહેબે મુખ્યમંત્રીના ઘરે જવાની ના પાડી! એમણે કહયું કે મુક્યમંત્રી મને મળવા માંગતા હોય તો બીએચયૂમાં મારી ક્લિનિકમાં આવી મને મળી શકે છે! મુખ્યમંત્રીએ એમને મળવાનું માંડી વાળ્યું. જે લોકો ડોક્ટર સાહેબને સારી રીતે જાણે છે એમનું કહેવું હતું કે જો મુખ્યમંત્રી એમને મળવા ગયા હોત તો એ એમને પણ લાઈનમાં આવો કહેત. આ પૂર્વ ડોક્ટર લહરી ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરને પણ મળવાનું ના કહી ચુક્યા હતા.

ડોક્ટર લહરી ૧૯૭૪ થી ચિકિત્સક છે. વારાણસીમાં લોકો એમને ‘ધરતી પર ભગવાન’ કહે છે. ૧૯૯૪ થી પોતાના પગારમાંથી ફક્ત પોતાની જરૂરત પૂરતાં પૈસા લઇ બાકીના બી એચ યુના કોષમાં જમા કરાવી દેતા જેથી ગરીબો અને જરૂરતમંદોની સેવા થઇ શકે. રીટાયર થયા પછી પણ પેંશનમાંથી ખપ પૂરતાં પૈસા રાખી બાકી દાન કરી દે છે. ભારત સરકારે એમની સેવાઓ માટે એમને ૨૦૧૬માં ‘પદ્મશ્રી’ આપેલ. શહેરની ‘અન્નપૂર્ણા’ રેસ્ટોરન્ટમાં આજે પણ ડોક્ટર લહરી ૨૫ રૂપિયાવાળી થાળી ખાય છે.

રોજ સવારે છ વાગે એ પોતાની ક્લિનિક પહોંચી જઈ ત્રણ કલાક સુધી લોકોની નિઃશુલ્ક સેવા કરે છે. એજ રીતે સાંજે પણ ત્રણ કલાકઁ સેવા આપે છે.

સલામ છે ડોક્ટર લહરીને. ખરેખર ‘ધરતી પર ભગવાન’ છે.
(આ લેખ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી આધારિત છે.)

લેખ : ફિરોજ ખાન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments