Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષઅભિપ્રાયકોરોનાએ ભલ ભલાની પોલ છતી કરી નાંખી છે. ~બંસી રાજપૂત

કોરોનાએ ભલ ભલાની પોલ છતી કરી નાંખી છે. ~બંસી રાજપૂત

1. આપણા ગુજરાતના વિકસીત મોટા શહેરો અને ત્યાંની વિકસીત પ્રજા પણ જાગૃતિ અને સાવચેતીના મામલામાં વામણી પુરવાર થઈ. એટલે જ આંકડાઓ સ્ફોટક રીતે વધી રહ્યા છે.

2. વિકસીત શહેરોની મહાનગરપાલિકા લોકોને કાબુમાં રાખવામાં અને શહેરની સંભાળ રાખવામાં ચુકી છે. કોરોના પોઝીટીવ કેસના હોસ્પિટલમાં રઝળી પડેલા દર્દીઓ, પેન્ડીંગ કેસીસ અને ઘણી બધીબેદરકારી સામે આવી છે.

3. તમે થોડા દિવસ અમુક સુખ સુવિધાઓ વગર ન ચલાવી શકો?? અચાનક પ્રજા બહું હેલ્થ કોન્સીયસ થઈ ગઈ છે મોર્નીંગ કે ઈવનીંગ વોક વગર, સ્વીગી ઝોમેટો વગર ચાલતું નથી !

4. મિડીયાના 50 જેટલા કર્મચારીઓ પણ પોઝીટીવ.
આ પરિસ્થિતિમાં પણ ખડે પગે પ્રજા માટે કામ કરતા તમામ કોરોના વોરિયર્સ ને સલામ જ હોય. પરંતુ આ સમયે બ્રેકિંગ , અમે પહેલા અમે નંબર 1 , લાઈવ , લાઈવ બાઈટ્સ કે વન ટુ વન અવોઈડ ન કરી શકાય શું???
પ્રજા ને માહિતી જ પહોંચાડવાની છે ને!
24*7 યંત્રવત એ જ રિપીટ ખબરો કરતા મુખ્ય 4 બુલેટીન ચલાવી કર્મી ઓને પણ થોડો આરામ આપી જ શકાય. સુરક્ષાના ભાગ રુપે પણ આ જરુરી છે.

5. જે થોડી ઘણી અમુક સમયે છુટછાટ આપી છે એનો પણ પ્રજા દુરુપયોગ જ કરી રહી છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ નો અર્થ આપણે ત્યાં લોકો ને સમજાતો જ નથી.

6.ભુખ કોઈ ની સગી નથી અને સેવા અને સદાવ્રતો ખુબ સરસ કાર્ય કરી જ રહ્યા છે. પણ જાત કાળજી પણ જાળવવીજ રહી. નેતાઓ , કાર્યકર્તા ઓ આરોગ્ય કર્મચારીઓ , સફાઇ કર્મચારીઓ, પુલિસ તમામ કોરોનાની ઝપેટમાં ક્યાંક ને ક્યાંક આવ્યા જ છે.

7. આપણે આપણો સમય પાસ કરવા રસોઈ થી માંડી અલગ અલગ પ્રવૃતિઓમાં જોડાયા જ છીએ. પણ એ વાત ભુલતા નહીં કે આ મહામારીનો સમય છે. જો અત્યારે નહીં જાળવીએ તો વધુ કપરા દિવસો આવશે.
અને આટલા લાંબા લોકડાઉન ને કારણે તમામ મોરચે આપણે આપણી અર્થ વ્યવસ્થા ને અસર પહોંચશે જ.
એટલે આપણી પાસે ઉપલબ્ધ તમામ સાધન સામગ્રી અને વસ્તુઓનો પણ જરુર પુરતો અને વિવેક પુરતો કરકસરયુક્ત ઉપયોગ કરીએ. જેથી પાછલા સમય માં મુશ્કેલીમાં ન મુકાઈએ. અત્યારે દેખાદેખી કે દેખાડા થી ખાસ દુર રહેજો.

8. જે બહાર નીકળી શકે છે એ તમામ પોલિસ , સફાઇ કર્મચારીઓ, ડોક્ટર્સ , છુટક વેપારીઓ અને પ્રજા તમામ એકબીજા પ્રત્યે સહયોગપુર્ણ અને માનવતાભર્યુ વર્તન દાખવીએ. જેથી આ મહામારી માંથી જલ્દી નીકળી શકીએ.

9. ધર્મ ની લડાઈઓને મુકો તડકે. જીવતા અને સ્વસ્થ રહેશો તો લડી શકશો. જાન હૈ તો જહાન હૈ.

10. બીજાને કંઇ પણ કહેતા પહેલા ફક્ત આપણે પોતે જ તમામ બાબતે સ્વયંશિસ્ત જાળવીશું તો પણ મોટી લડાઈ જીતી લેશું.

~બંસી રાજપૂત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments