Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષગયા વર્ષે ચીંકીનું પહેલુ વ્રત હતુ. પહેલો દીવસ તો તે ભૂખી રહી, પણ...

ગયા વર્ષે ચીંકીનું પહેલુ વ્રત હતુ. પહેલો દીવસ તો તે ભૂખી રહી, પણ બીજા દીવસથી ~ભાગ્યશ્રી રાજપુત

હાલ ગૌરી વ્રત(ગોરો) ચાલી રહ્યા છે. મારા એક રીલેટીવની દીકરી પણ વ્રત કરી રહી છે. પણ અહીં ખાસ વાત એ છે કે માતા તેમની ૯ વર્ષની દીકરીને યુનિક રીતે વ્રત કરાવી રહી છે. આ વાત જાણી મને એટલો આનંદ થયો કે અહીં વહેંચવાની ઇચ્છા થઇ.

ચીંકી(નામ બદલેલ છે)એ ત્રણ વર્ષ પહેલાં તેની મોમને કહ્યું કે મોમ મારેય ગોરો કરવી છે. મારી બધી ફ્રેન્ડ્સ કરે છે. મોમે સમજાવ્યુ કે બેટા, તારે ઉપવાસ કરવા જરુરી નથી. બીજી છોકરીઓ ભલે કરે. ચીંકીએ જીદ કરી તો તેની મોમે આવતા વર્ષથી શરુ કરજે એવી મંજૂરી આપી.

ગયા વર્ષે ચીંકીનું પહેલુ વ્રત હતુ. પહેલો દીવસ તો તે ભૂખી રહી, ફરાળી ખાધુ. પણ બીજા દીવસથી તે ફરાળી ચીજોથી કંટાળી અને મોમને કહ્યું કે મોમ થોડી શાક રોટલી ખઇ લઉં? કોઇને ખબર નહીં પડે. માતાએ જવાબ આપતા કહ્યુ કે,સારુ બેટા ખઇ લે. પણ પછી તારુ વ્રત તૂટી જશે અને આ વ્રત ગણતરીમાં નહીં ગણાય.

ચીંકીએ વિચારીને ના ખાવાનો અને વ્રત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. થોડા કલાકો બાદ માતા-પિતાને તેની દયા આવતા કહ્યુ કે બેટા તું ખઇ લે. ભગવાન ખોટું નહીં માને અને તારું વ્રત પણ ગણતરીમાં ગણાશે. અને ચીંકીએ ખાઇ લીધુ.

આ વર્ષે પણ ચીંકીનુ વ્રત ચાલુ છે અને તે ભૂખ સહન થાય ત્યાં સુધી કરે અને પછી ખઇ લેય છે. તેની મોમ તો મને હસતા કહે કે ચીંકી તો વ્રતમાં ઓર્ડર કરે છે કે મોમ આજે આલુ પરાઠા ખાવા છે અને હું પણ બનાવી આપુ છું.

ચીંકીને અવનવા ફરાળ પણ મળે છે, વ્રતમાં જેવુ પૂજન હોય તે પણ કરે છે, તેના પેરેન્ટ્સ તેને ફરવા પણ લઇ જાય છે.

———————————————————————-

આ વાતમાં મને સ્પર્શ્યુ તે એ કે,
(૧) માતા-પિતાએ તેમની દીકરીને વ્રત કરવા ફોર્સ નથી કર્યુ.
(૨) દીકરીએ દેખા દેખીમાં વ્રત કરવા જીદ કરી તો તેને માન્ય પણ રાખી.
(૩) દીકરીથી ભૂખ સહન ના થતા તેના મગજમાં પાપ લાગશે તેવો ડર કે અપરાધબોધ ના બેસાડ્યો.
(૪) સેલિબ્રેશન માટે ઉપવાસ-ભૂખ્યુ રહેવુ જરુરી નથી તે કરી બતાવ્યુ.

ચીંકીની માતાનુ કહેવુ છે કે તે મોટી થશે ત્યારે જાતે સમજી જશે કે આ બધી પ્રથા અંધશ્રદ્ધા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments