Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષઅભિપ્રાયબેંકોના રાષ્ટ્રિયકરણના ૫૧ વર્ષ બાદની સ્થિતિ ~ભગીરથ ત્રિવેદી

બેંકોના રાષ્ટ્રિયકરણના ૫૧ વર્ષ બાદની સ્થિતિ ~ભગીરથ ત્રિવેદી

  • 19 જુલાઈ 1969ના રોજ તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
  • તે સમયે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને તેની લગભગ 8200 શાખા હતી. આજે તે વધીને 2020 મા 1,56,339 શાખા થઈ ગઈ છે.
  • તે સમયે બેંકમાં 5000 કરોડની ડિપોઝીટ હતી. આજે 138 લાખ કરોડ ડિપોઝીટ છે.
  • પરંતુ ખેલ હવે શરૂ થાય છે. તે સમયે 5000 કરોડની ડિપોઝીટ સામે 3500 કરોડની લોન આપવામાં આવી હતી અને 99 % જેટલી રકમ પરત આવી ગઈ હતી.
  • આજની વાત કરવમાં આવે તો 138 લાખ કરોડની સામે 101 લાખ કરોડની લોન આપવામાં આવી છે.
  • 2426 જેટલા લોકો ડિફોલ્ટર જાહેર થયા છે અને તેમને આપેલ લોનની રકમ 1,47,000 લાખ કરોડ છે. જે રકમ ડૂબી ગઈ છે. આ પૈસા લોકોના ડૂબ્યા છે.
  • લોનની રકમની વાત કરવામાં આવે તો SBIના 43000, PNBના 22000, BOBના 14000 કરોડ, CBIના 9663 કરોડ ડૂબી ગયા છે.
  • સૌથી ઓછા NPAની રકમની વાત કરવામાં આવે તો તે પંજાબ એન્ડ સિંઘ બેંકની છે લગભગ 255 કરોડ. પરંતુ આ રકમને પણ તે સંપત્તિ જપ્ત કરીને વસુલ કરવા માંગતી નથી કેમ કે તેઓ રાજકારણ સાથે જોડાયેલા લોકો છે.
  • લોકોના પૈસાની જે રીતે ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે સરકાર અને લોકોના બચતના પૈસા ડૂબી રહ્યા છે તે જોતા લોકોની બચત પણ જો આ સરકાર ઉડાવી દેશે તો તમારુ ભવિષ્ય શુ હશે તે વિચારી લેજો.
  • અંતે હાલ જે કોરોના વિકરાળ બની રહ્યો છે અને 10 લાખથી વધુ કેસ થઈ ગયા છે. હજારો લોકો રોજ મરી રહ્યા છે અને સ્થિતિ વધુ ખરાબ થવાની છે તે સમયે કેન્દ્ર સરકાર ભાજપ સિવાયની રાજ્ય સરકારોને પાડવામાં વધુ ધ્યાન આપી રહી છે.
  • લોકોના મોત પર પણ ઉત્સવ મનાવી શકે છે મોદી સરકાર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મધ્યપ્રદેશ છે.

~ ભગીરથ ત્રિવેદી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments