Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષઅભિપ્રાયસ્વર્ગ/મોક્ષ/જન્નત/સાલ્વેશન/પુનર્જન્મની વાતો કહેતા ધર્મગ્રંથો લોકોને ભ્રમિત કરે છે! ~રમેશ સવાણી

સ્વર્ગ/મોક્ષ/જન્નત/સાલ્વેશન/પુનર્જન્મની વાતો કહેતા ધર્મગ્રંથો લોકોને ભ્રમિત કરે છે! ~રમેશ સવાણી

મિત્ર કહે : ‘સજ્જનો દુખી થાય છે; દુર્જનો સુખ માણે છે; એનું કારણ છે, પૂર્વજન્મના કર્મો ! સારા કામનું સારું ફળ મળે; ખરાબ કૃત્યનું ખરાબ પરિણામ મળે ! આ કારણે જ અમુકનો જન્મ મૂડીપતિઓને ત્યાં થાય છે; અને અમુકનો ગરીબને ત્યાં; અમુકનો દલિતને ત્યાં !’
મેં કહ્યું : ‘આવું તમે ક્યા આધારે કહો છો?’
મિત્રએ સ્પષ્ટતા કરી : ‘આપણા ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે; કથાકારો/સ્વામિઓ/બાપૂઓ/શાસ્ત્રીઓ/શ્રી શ્રીઓ/સદગરુઓ કહે છે !’

મેં કહ્યું : ‘પુનર્જન્મ કોઈએ જોયો નથી. સારું કામ કરે તેને સારો જન્મ મળે/સ્વર્ગ/જન્નત મળે, એ માત્ર કલ્પના છે. ડાહ્યા ધર્મપુરુષોએ; મનુષ્યોને સીધા રાખવા નરકનો ડર ઊભો કર્યો હતો અને સ્વર્ગ/જન્નતની લાલચ આપી; અપ્સરાઓ/હૂરોનું ગ્લેમર મૂક્યું ! જેથી સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે. હેતુ સારો હતો, પરંતુ ધર્મના ઠેકેદારોએ ધંધો બનાવી દીધો ! અંધશ્રદ્ધા ટકી રહે તેવી વાર્તાઓ ઉપજાવી કાઢી ! આપણે પુનર્જન્મની વાત કરીએ છીએ, પણ તેમાં કોઈ માનતું નથી. આપણા MLA/MP/મિનિસ્ટર કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે; બ્યૂરોક્રેટ ભ્રષ્ટાચાર કરે છે; તેના કારણે લોકોને અન્યાય થાય છે. શું તેઓ આવતા જન્મનો વિચાર કરે છે ખરા? વેપારીઓ/સંગ્રહખોરો/કાળાબજારિયાઓ/ભેળસેળ કરનારાઓ આવતા જન્મથી ડરે છે? ધર્મગુરુઓ/કથાકારો ભણેલા/અભણ ભક્તોનું આર્થિક/શારીરિક શોષણ કરે છે; તેઓ પુનર્જન્મનો વિચાર કરે છે ખરા? વાસ્તવમાં પુનર્જન્મમાં કોઈને વિશ્વાસ નથી; બધાને આ જન્મમાં જ બધું ભેગું કરી લેવું છે ! વળી બીજા જન્મમાં સજા કરવાની ઈશ્વરની નીતિ પણ શંકા ઉપજાવે છે ! બળાત્કારીને/હત્યારાને સજા કરવામાં બીજા જન્મ સુધી ઈશ્વર શામાટે રાહ જૂએ છે? કર્મનો બદલો આ જનમમાં આપી દે તો સૌ સદાચારી થઈ જાય ! કથાઓ/ભજનો/મંદિર/મસ્જિદ/ચર્ચની જરુર જ ન પડે ! ધર્મગ્રંથો જીવનમૂલ્યો શીખવે ત્યાં સુધી બરાબર છે; પરંતુ આ ગ્રંથોને કારણે ખોટી વિચારધારાનો અમલ કરીને, આપણે અંધશ્રદ્ધાળું/પલાયનવાદી/કાયર/આળસુ બનીએ છીએ; બધું કાલ્પનિક ઈશ્વર/ખુદા/ગોડ ઉપર છડીને નસીબના રોદણાં રડીએ છીએ. સ્વર્ગ/મોક્ષ/જન્નત/સાલ્વેશન/પુનર્જન્મની વાતો કહેતા ધર્મગ્રંથો લોકોને ભ્રમિત કરે છે ! અજામિલ રાજા રેશનલ હતો; તે ઈશ્વરનું નામ લેતો ન હતો; પણ મૃત્યુ વખતે પોતાના પુત્રનું નામ નારાયણ હતું; તે નામ લીધું તો તે વૈકુંઠમાં ગયો ! કેટલો સરળ રસ્તો ! શામાટે લોકો આખી જિંદગી કથા/ભજન/કિર્તન/ધૂન/જપ/ઉપવાસ/વ્રત/મંદિર/મસ્જિદ/ચર્ચમાં રચ્યાપચ્યા રહે છે? વિનોબાજીએ કહ્યું છે કે કોઈ પણ ધર્મના ગ્રંથને મૂળ સ્વરૂપે સ્વીકારી શકાય તેમ નથી ! માનવધર્મ સિવાયના બાકીના ધર્મો હાનિકારક છે !’
મિત્ર મૂંઝવણના અંતે બોલ્યો : ‘તમે ધર્મ વિરોધી છો !’

મેં કહ્યું : ‘હું ધર્મ વિરોધી કે ઈશ્વર વિરોધી નથી; પણ માનવ તરફી છું; માનવને કેન્દ્રમાં રાખીને ફરજ બજાવવાનું કહેતા કોઈ પણ ધર્મગ્રંથનો આદર કરું છું; જે ધર્મગ્રંથો માનવને એક બાજૂએ મૂકીને; અંધશ્રદ્ધાને/કાલ્પનિક ઈશ્વર-ખુદા-ગોડને રાજી કરવા માણસની હત્યા કરવાનું કહે/તેનું શોષણ કરવાનું કહે તેવા ધર્મગ્રંથોમાં/ધર્મગુરુઓમાં માણસાઈનો અભાવ હોય છે; એટલે તેમનાથી દૂર રહેવામાં સુખ-શાંતિ/ સલામતી છે
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments