Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષરાજકીયસીમા પર સંઘર્ષ દરમિયાન ગુમ થયેલા ૧૦ ભારતીય સૈનિકો, ચીને પાછા સોંપી...

સીમા પર સંઘર્ષ દરમિયાન ગુમ થયેલા ૧૦ ભારતીય સૈનિકો, ચીને પાછા સોંપી દીધા

આ અઠવાડીયાની શરૂઆતમાં એક આંતક સીમા સંઘર્ષ દરમિયાન પકડાઈ ગયેલા ૧૦ સૈનિકો ચીને ભારતને પાછા સોંપી દીધા છે. સૂત્રો અનુસાર શુક્રવારે બે એશિયાઈ પરમાણુ શક્તિઓએ પશ્ચિમી હિમાલયમાં વિવાદિત સીમાને લઈને તણાવ દૂર કરવાના પ્રયાસ કર્યા.

ભારતીય સેનાએ છોડવા પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી નથી કરી. ભારતીય સૈનિકોને સોમવારે રાત્રે ગાલવાન ઘાટીમાં બનેલા તણાવમાં ચાલાકીથી મારી દેવામાં આવ્યા હતા. અને આ વિવાદ છેલ્લા પાંચ દાયકાઓથી ચાલી રહ્યો છે.

ભારતે કહ્યું કે ચીની પક્ષના સૈનિકો પણ માર્યા ગયા હતા પરંતુ ચીની સરકારે કોઈ ખુલસો નથી કર્યો.

બંને સરકાર અમુક બાબતોને લઈને સહમત થયા બાદ પણ તણાવ ચાલી રહ્યો છે. ભારત સરકાર આ તણાવને ઓછો કરવાની કૌશિશ કરી રહી છે. અને તેમના ગૃહનગરમાં સૈનિકોના અંતિમ સંસ્કાર કર્યાના એક દિવસ બાદ બદલો લેવાની હોડ અને ચીની સામાનનો લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. અને જનતા ખૂબ રોષે ભરાઈ હતી.

ચીની ઘુસપેઠ બાદ સૈન્ય અધિકારી દ્વારા વાતચીત કરવામાં આવી હતી. પરંતુ કોઈ સફળતાના સંકેત મળ્યા નથી.

સૂત્રો અનુસાર સ્થિતિ અત્યારે પણ, તેવી જ છે. જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. અને અધિકારીએ કહ્યું કે ઘુસપેઠ દરમિયાન કુલ ૭૬ ભારતીય સૈનિકો ઘાયલ થયા જેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવતા કહ્યું કે કોઈની હાલત નાજુક નથી. ભારતીય સૈનિકના શહીદ થવાથી સમગ્ર દેશ માતમ મનાવી રહ્યો છે.

અમેરિકાની સહાનુભૂતિ

અમેરિકાએ ભારતના સૈનિકોની શહીદી પર શુક્રવારે ભારત પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments