Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષરાજકીય‘દેશ નહીં ઝૂકને દૂંગા!’ ~ રમેશ સવાણી

‘દેશ નહીં ઝૂકને દૂંગા!’ ~ રમેશ સવાણી

ભારત-ચીન બોર્ડર ઉપર ભારતના ત્રણ સૈનિકોની હત્યા ચીની સેનાએ કરી છે; એ સમાચાર અંગે ‘આજતક’ ચેનલની પત્રકાર શ્વેતાસિંહ 16 જૂન, 2020 ના રોજ કહી રહી હતી કે “આ સરકાર સામેનો પ્રશ્ન નથી; ભારતીય સેના સામેનો પ્રશ્ન છે ! સેનાએ બોર્ડર ઉપર પેટ્રોલિંગ કરવાનું હોય છે, સરકારે નહીં!” ગોદી મીડિયા/ગોદી પત્રકાર શરમ વગરના થઈ ગયા છે; તેનું આ ઉદાહરણ છે. જ્યારે મનમોહનસિંહ PM હતા ત્યારે પાકિસ્તાનની સેના બોર્ડર ઉપર ફાયરિંગ કરતી ત્યારે મનમોહનસિંહને જવાબદાર ઠેરવનાર પત્રકારો આજે સરકારને નહી, સેનાને જવાબદાર ઠરાવી રહ્યા છે ! કેવી વિચિત્રતા? એટલું જ નહીં; સૌથી શરમજનક બાબત તો એ છે કે વિદેશના મીડિયા મુજબ બોર્ડર ઉપર ત્રણ નહી, 20 થી વધુ ભારતીય સૈનિક શહિદ થઈ ગયા છે; છતાં સરકાર અને ગોદી મીડિયા શહિદોની સંખ્યા છૂપાવી રહ્યા છે! પ્રધાનસેવકે ડીફેન્સ મિનિસ્ટરનું મોં પણ સીવી લીધું છે!

ચોકીદાર જ્યારે PM નહતા ત્યારે ચીનને લાલ આંખ દેખાડવાનું PM મનમોહનસિંહને વારંવાર કહી રહ્યા હતા. ચૂંટણી સભાઓમાં બુલંદ અવાજમાં ઘોષણા કરતા હતા કે ‘દેશ નહીં ઝૂકને દૂંગા!’ 20 થી વધુ ભારતીય સૈનિકોની હત્યા ચીનની સેના કરે ત્યારે પ્રશ્ન; શ્વેતાસિંહના કહેવા મુજબ ‘દેશ નહીં ઝૂકને દૂંગા!’ની ઘોષણા કરનાર ચોકીદારને નહી; ભારતીય સેનાને પૂછવાનો રહે છે; સરકારની જવાબદારી નથી બનતી; પણ ભારતીય સેનાની જવાબદારી બને છે! 20થી વધુ ભારતીય સૈનિકોની શહિદીની ખબર રાત્રિના બે વાગ્યે સોશિયલ મીડિયા ઉપર આપનારે પ્રશ્ન ઊઠાવ્યો કે ‘દેશ નહીં ઝૂકને દૂંગા’ની ઘોષણા કરનાર ચૂપ કેમ છે? ત્યારે પ્રશ્ન ઊઠાવનારને ગાળો/દેશદ્રોહી કહી રહ્યા હતા! અંધભક્તો અને ગોદી મીડિયાની માનસિકતા તો જૂઓ : દિગમ્બરને કૂલે બાવળિયો ઊગ્યો તો કહે હાશ, છાંયડો થશે!

ફિલ્મ કલાકાર આત્મહત્યા કરે ત્યારે તરત જ ટ્વિટ કરી શકે; પરંતુ 20થી વધુ સૈનિકો દેશની રક્ષા કાજે શહિદ થઈ જાય ત્યારે બિલકુલ ચૂપ રહેનાર ચોકીદાર દેશની ચોકી કરશે, તેવી અપેક્ષા રાખનારા નિરાશ જ થવાના! શહિદ સૈનિકોની સંખ્યા છૂપાવનાર સરકાર/ચોકીદાર દેશની ચોકી કરી શકે નહીં; માત્ર નાટક કરી શકે; ભવાઈ કરી શકે; લોકોને મૂરખ બનાવી શકે ! શરમજનક, શરમજનક, અતિ શરમજનક!rs

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments