Home વક્તવ્ય વિશેષ રાજકીય ભારતમાં આટલા રાજકીય પક્ષો બનવાનું કારણ શું હોઈ શકે? ~હિમાંશુ પટેલ

ભારતમાં આટલા રાજકીય પક્ષો બનવાનું કારણ શું હોઈ શકે? ~હિમાંશુ પટેલ

0
7

આજે અમેરિકા માં મુખ્યત્વ 2 જ રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે,અને એની સામે ભારત માં વર્ષ 2020 સુધી માં 2598 રાજકીય પક્ષો ચોપડે નોંધાયા છે, અને આ આંકડો રોજેરોજ વધતો જાય છે.

ભારત માં આટલા રાજકીય પક્ષો બનવા નું કારણ શું હોઈ શકે?

અમેરિકામાં “two-party-system” છે અને આપણું રાજકારણ “multi-party-system” પર આલેખાયેલું છે.

શું આપણે ત્યાં  “two-party-system” લાગુ ના થઇ શકે?

મોટા ભાગ ના એશિયન દેશો માં “multi-party-system” થી જ ચૂંટણીઓ થાય છે.કદાચ એશિયન દેશો ના પછાતપણા નું મુખ્ય કારણ આ હોઈ શકે.કારણ કે આ બધા દેશો માં “multi-party-system” ના કારણે રાજકારણ ને  એક ઉભરાતા વેપાર ની દ્રષ્ટિ એ જોવા માં આવે છે.આપણી સરખામણી એ યુરોપિયન અને અમેરિકન દેશો આટલા પ્રગતિશીલ હોવા નું કારણ કદાચ “ઇલેકશન ને ઈલેક્શન ની જેમ લડવા માં આવે છે,કોઈ વ્યવસાયિક અપુર્ચ્યુનિટી ની દ્રષ્ટિ એ નહિ” આ પણ હોઈ શકે.

હવે ભારત ની વાત પર આવીયે,

મેં આગળ કહ્યું તેમ આપણે ત્યાં આજ રોજ સુધી 2598 રાજકીય પક્ષો અસ્તિત્વ ધરાવે છે જેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને આવી ગયા.જેમાં સૌથી મોટા 2 પક્ષ ભાજપ અને કોંગ્રેસ છે અને મોટા ભાગે સરકાર એમાંથી કોઈ એક ની બને છે.પરંતુ એમને પણ સરકાર બનાવવા માટે “NDA” અને “UPA” જેવા ગઠબંધન ચૂંટણી ની અગાઉ થી બનાવવા પડે છે.

હવે આવા ગઠબંધન માં પોતાના થી અલગ વિચારધારા વાળા પ્રાદેશિક પક્ષો ને પણ પોતાની રાજકીય મહેચ્છાઓ સંતોષવા માટે શામેલ કરવા પડે છે  આવું કેમ?

જેમ કે NDA ગઠબંધન માં ભાજપ સાથે રામદાસ આઠવલે નો પક્ષ “RPI” જોડાયેલી છે.”RPI” પક્ષે ક્યારે પણ રામમન્દીર ના અસ્તિત્વ ને સ્વીકાર્યું નથી.શ્રી રામદાસ આઠવલે જેમના નામ માં પણ “રામ” છે એમનું કહેવું એવું છે કે “જ્યાં રામજન્મભૂમિ હોવા નો દાવો કરાય છે ત્યાં વર્ષો થી બૌદ્ધ મંદિર હતું.”અત્યારે એમનો પક્ષ NDA ગઠબંધન સાથે જોડાયેલો છે.જે ભાજપ માટે સત્તા માં આવ્યા પહેલા સત્તા પામવા માટે રામમંદિર મુખ્ય મુદ્દો હતો એમની સાથે ગઠબંધન માં રામમંદિર ના અસ્તિત્વ ને નકારતી RPI કઈ રીતે હોઈ શકે.

આજ રીતે હમણાં હમણાં મહારાષ્ટ્ર માં ભાજપ ને સત્તા થી બહાર રાખવા માટે 3 અલગ વિચારધારા ધરાવતી “CONGRESS”

“NCP” અને “SHIVSENA” ત્રણેય પાર્ટીઓ એ સાથે મળી એક ગઠબંધન બનાવ્યું “MVA” મહા વિકાસ અઘાડી.”બાબરી મસ્જિદ ને ધ્વસ્ત કરવા માં શિવસૈનિકો નો ખાલી હાથ નહિ પણ પગ પણ છે” એવું ગર્વ થી કહેતા શ્રી બાળાસાહેબ ઠાકરે નો પક્ષ શું ક્યારે પણ હંમેશા થી રામ ને એક કાલ્પનિક પાત્ર માનતી CONGRESS સાથે ગઠબંધન કરી શકે ?

ચૂંટણી સમયે ભાષણો માં ગળા ફાડી ને બોલે છે કે,”અમારી લડાઈ વિચારધારા ની છે કોઈ વ્યક્તિવિશેષ સાથે નહિ”

જયારે સંપૂર્ણ વિરુદ્ધ વિચારધારા વાળા પક્ષ સાથે આ લોકો ગઠબંધન કરે તો એને “ઠગબંધન” સિવાય બીજું શું કહેવું ?

અને આવા ઠગબંધનો બહુ લાંબા સમય સુધી ટકતા નથી.

“multi-party-system” ને કારણે કેટલાક પ્રાદેશિક પક્ષો માત્ર અને માત્ર પોતાની રાજકીય અને આર્થિક મહત્વાકાંક્ષા પોષવા માટે પોતાની વિચારધારા ને નેવે મૂકી ને પોતાના ફાયદા તરફ દોટ મૂકે છે.અને એના કારણે લોકતંત્ર ની વ્યાખ્યા પુરી રીતે બદલાઈ જાય છે.

લોકતંત્ર એટલે શું ?

“લોકો દ્વારા, અને લોકો માટે રચાયેલી રાજકીય વ્યવસ્થા.”

શું આપણને લાગે છે કે “multi-party-system” થકી સાચા અર્થ માં “લોકતંત્ર” સ્થાપિત થઇ શકે?

ચાલો સરળ રીતે સમજીયે ધારો કે તમારા રાજ્ય ની ચૂંટણી છે.

તમારા ક્ષેત્ર માં થી એક કોંગ્રેસ,એક ભાજપ અને 3અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. હવે ધારો કે તમારી વિચારધારા વર્ષો થી ભાજપ સાથે જોડાયેલી છે પરંતુ તમારા ક્ષેત્ર માં થી લડી રહેલા ભાજપ ના ઉમેદવાર ની છબી ખરાબ છે અને તમે એના કરતા કોઈ સાફ છબી ના અપક્ષ ઉમેદવાર ઉપર વધારે ભરોસો રાખો છો અને તમે એને વોટ આપો છો તથા તમારા વિસ્તાર માં તમારો પ્રભાવ હોવાથી તમે આજુબાજુ ના ગ્રામ્ય ક્ષેત્રો માં અન્ય લોકો ને પણ પેલા અપક્ષ ઉમેદવાર ને જીતાડવા માટે ની અપીલ કરો છો,અને ધારો કે એ અપક્ષ ઉમેદવાર ભારે બહુમત થી વિજેતા બને છે, અને એવું બને કે રાજ્ય માં બંને મુખ્ય પક્ષો “કોંગ્રેસ” અને “ભાજપ” બંને પક્ષો બહુમતી થી એક સીટ પાછળ છે.હવે જે અપક્ષ ઉમેદવાર ને તમે જીતાડ્યો છે એ કોંગ્રેસ પાસે થી 5 કરોડ લઇ ને કોંગ્રેસ ને પોતાનો ટેકો જાહેર કરે છે અને કોંગ્રેસ ની સરકાર રાજ્ય માં બને છે.

તો હવે તમે શું કરશો ?

છેતરાયા હોવા નો એહસાસ થશે કે નહિ?

તમારી વિચારધારા ક્યાં ગઈ? તેલ લેવા?

“multi-party-system” માંથી “tow-party-system” કરવું કઈ એટલું આસાન નથી.ઇલેકશન કમિશને એના માટે ઘણા બધા રિફોર્મ્સ કરવા પડે જેમકે,

1.સહુ પ્રથમ ઉમ્મેદવાર ની યોગ્યતા ની અને વિચારધારા સંપૂર્ણ ચકાસણી કાર્ય બાદ જ ચૂંટણી લડવા ની મંજૂરી આપવી.

2.ઉમ્મેદવાર ની શૈક્ષણિક લાયકાત યોગ્ય હોવી જોઈએ.તથા એના વિસ્તાર માં એને કરેલા સામાજિક કાર્યો ના આધારિત હોવી જોઈએ.

3.સરકાર બન્યા પછી પણ મંત્રીમંડળ માં વિભાગો ની વહેંચણી તેમની શૈક્ષણિક લાયકાત મુજબ આપવી જોઈએ.

આ સિવાય પણ ઘણા રિફોર્મ્સ કરવા પડે પણ “two-party-system” જ ખરા અર્થ માં લોકતાંત્રિક વ્યવસ્થા સ્થાપિત કરી શકે.

જો આ વ્યવસ્થા લાગુ કરવા જઇયે તો પણ હજુ ઘણો સમય લાગે પણ “ ધીમે ધીમે ગોરખ જાગે” એમ બોલી ને આશાવાદ રાખી દેશ ને કુમ્ભકર્ણ નિંદ્રા માં થી જગાડવા ની જરૂરત હવે છે..

~”અદ્વૈત” હિમાંશુ પટેલ