Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષસામાજિકપાંચ દિવસ મા ચાર રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટુંકાવ્યા ~તુષાર મેપાણી

પાંચ દિવસ મા ચાર રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટુંકાવ્યા ~તુષાર મેપાણી

સરકાર દ્વારા લઠ્ઠાકાંડ મા દારૂડિયા મરી જાય તો એના પરિવાર ને મદદ કરે છે પણ હીરાઉધોગ ના વિકાસ મા જેણે પોતાની જિંદગી ઘસી નાખી છે એને કોઈ જ સહાય કે મદદ નહી બોલો ??

હીરાઉધોગ મા મંદી ના કારણે બેરોજગારી અને આર્થિકસંકટ આવે ત્યારે પણ જેણે સરકાર સામે કોઈ દિવસ કઈ માંગવા માટે લાંબો હાથ નથી કર્યો એવા રત્નકલાકારો નુ ઋણ સરકાર અને શેઠિયા ક્યારે ચૂકવશે ??

આપણા દેશ કે ગુજરાત ઉપર જ્યારે પણ આફત આવી છે ત્યારે એક રત્નકલાકારે આખે આખા દિવસ ના પગાર આપી ને સૌના દુઃખ મા ભાગીદાર બન્યો છે અને પોતાની પાસે 100 રૂપિયા હોઈ તો તેમાંથી પણ એક રત્નકલાકારે બીજા ને મદદ કરવા માટે 50 રૂપિયા દાન આપી ને હરહંમેશ ઉદારતા દાખવી છે

ત્યારે હીરા ની સાથે ઘસાઈ રહેલા એક રત્નકલાકાર જ્યારે આપઘાત કરી જીવન ટૂંકાવી લે છે ત્યારે તેના પરિવાર ને સરકાર તરફ થી કે મોટા દાનવીર ના લેબલ લગાડી ફરતા ઉધોગકારો તરફ થી કોઈ જ સહાય કે મદદ કરવા આવતી નથી

અરે કોઈ ગુંડો મવાલી મરી જાય તો નેતા ઓ એના પરિવાર ને સાંત્વના પાઠવવા લાઈન લગાવે છે પણ પોતાની કાબેલિયત થકી વિશ્વ ની સર્વશ્રેષ્ઠ આઈટમ નુ નિર્માણ કરનાર એક રત્નકલાકાર આપઘાત કરી જીવન ટૂંકાવી લે છે તેના ઘરે સાંત્વના ના બે શબ્દો કહેવા આ બે કાવડીયા નેતા ઓ જતા નથી કેમ કે આપણે સંગઠિત નથી ????

એક તરફ મંદી ના કારણે બેરોજગારી અને આર્થિકતંગી પછી લોકડાઉન જેની ગંભીર અસર રત્ન કલાકારો ઉપર પડી છે સરકાર નો આદેશ છતા પણ રત્ન કલાકારો ને લોકડાઉન નો પગાર ચૂકવાયો નથી

મારે સરકારને એટલી જ વિનંતી કરવી છે જે સ્વાભિમાની રત્નકલાકાર છે એમને જીવન જીવવા માટેની જડીબુટ્ટી સ્વરુપની લોન આપે કે જેનું કોઈ વ્યાજ નહી અને યોગ્ય સમયે એ ફરી પાછી આપને ચૂકવી આપશે તો સરકારશ્રી ને વિનંતી છે

જેના કારણે લાખો રત્નકલાકારો પરિવાર સહિત હિજરત કરી રહ્યા છે ત્યારે સરકાર રત્નકલાકારો ને લોકડાઉન નો પગાર અને આર્થિક પેકેજ જાહેર કરી રત્નકલાકારો ને મદદ કરે નહીંતર હજી ખરાબ પરિસ્થિતિ નુ નિર્માણ થશે

આ પોસ્ટ ને હીરાઉધોગ ના તમામ રત્નકલાકારો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે.

~તુષાર મેપાણી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments