Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષકોઈ માં ના સોનાના દાગીના વેચવા મજબૂર,તો કોઈ પત્નીનું મંગળસૂત્ર વેચવા મજબુર,...

કોઈ માં ના સોનાના દાગીના વેચવા મજબૂર,તો કોઈ પત્નીનું મંગળસૂત્ર વેચવા મજબુર, લોકડાઉનમાં છુટયો રોજગાર

કોઈ માં ના સોનાના દાગીના વેચવા મજબૂર,તો કોઈ પત્નીનું મંગળસૂત્ર વેચવા મજબુર, લોકડાઉનમાં છુટયો રોજગાર

– લોકડાઉનમાં નોકરી ગુમાવી ચૂકેલા યુવાઓને નથી મળતું કામ
– કામચલાઉ પૂર્વજોની ઝવેરાત વેચવા મજબુર
-પારિવારિક ઘરેણાંઓને ગીરવી ન મુક્તા વેચવા યોગ્ય સમજી રહ્યાં છે લોકો

ઉત્તર પ્રદેશમાં લોકડાઉન પછી શરાફી બજારમાં ઘરેણાંઓથી વધારે રોકડ નાણાંની માંગ વધી રહી છે.મોટી સંખ્યામાં લોકો મજબુરીને કારણે તેમના સોના ચાંદીના દાગીના વેચી રહ્યાં છે. કોઈ માં ના સોનાના ઘરેણાં તો કોઈ તેમની પત્નીના મંગળસૂત્ર વેચવા માંગે છે. પૂર્વજો તરફથી વારસામાં મળેલા ઘરેણાંઓને લોકો શરાફ પાસે જઈ રહ્યાં છે. જવેલર્સમાં આ સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. રોજ આવા 150 થી 200 લોકો ઘરેણાં વેચી રહ્યાં છે. પહેલાં સોનુ ગીરવી રાખતા હતા અથવા સોનુ વેચીને સોનુ ખરીદે છે. પહેલાં એક-બે ગ્રાહકો જ સોનુ વેંચતા હતા.10 થી 20 મોટા ખરીદદાર આવતા હતાં. હવે પાંચ પણ નથી આવી રહ્યાં.

આ સમયગાળા દરમિયાન યુપીના નોઈડા સહિત દિલ્હી,ગુરુગ્રામ, અમદાવાદ, મુંબઈ જેવા તમામ મોટાં શહેરોમાં મોટી કંપનીઓના કામ બંધ છે. નાના તેમજ કુટિર ઉદ્યોગોમાં પણ કામ બંધ છે. આમાં કામ કરવાવાળાં લોકો પોતાના વતનમાં પહોંચી ગયા છે. આમ આવા તમામ લોકોની સામે રોજી-રોટીનું સંકટ ઉભું થયું છે. કેટલાક પોતાનું કામ શરૂ કરવા માંગે છે, એવામાં શરાફોને ત્યાં ઘરેણાં વેચવાવાળાની સંખ્યા વધી રહી છે. ગામડાઓમાંથી પણ લોકો પોતાના પારિવારિક ઘરેણાં વેચી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments