Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષધંધાકીયમંદી આવવાથી કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, 52 હજાર રોકી કામ શરૂ...

મંદી આવવાથી કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો હતો, 52 હજાર રોકી કામ શરૂ કર્યું હતું. આજે છે કરોડોનું ટર્નઓવર

વર્ષ ૨૦૦૮માં અમેરિકામાં મંદીના સમયે ટિમને જેટ કેપિટલે નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ત્યારબાદ ટિમે અંદાજિત 52 હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરી બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તેમની કંપનીનું 3500 કરોડનું ટર્નઓવર થઈ ગયું છે. અમેરિકાના સફળ ઉધોગસાહસિક ટિમે NerdWallet નામની કંપનીની શરૂઆત કરી હતી. જે આજે તે કંપનીના CEO પણ છે. 45 વર્ષના ટિમની આ સંઘર્ષભરી કહાની દરેક લોકો માટે પ્રેરણાદાયી છે.

ટિમે વર્ષ 2008માં અમેરિકામાં ભયંકર મંદીના કારણે તેમને પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા હતા. તેમને ક્રિસમસના દિવસે જ પોતાની નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તે સંપૂર્ણપણે તૂટી પડ્યા હતા.

આ દરમિયાન ટિમની બહેન કિમે ટિમને જણાવ્યુ કે, ફોરેન ટ્રાંજેકશનમાં ઓછી ફી લાગે તેવા ક્રેડિટ કાર્ડ વિશે જાણવા કહ્યું પરંતુ ટિમને એવુ ઓનલાઈન કે ઓફલાઇન કશું જ ન મળ્યું. ત્યારબાદ તેમણે આ આઇડિયા પર કામ કરવાનું શરૂ કરી દીધું. અને 2 વર્ષ બાદ પોતાની વેબસાઇટ “NerdWallet” લોન્ચ કરી.

આ બે વર્ષ દરમિયાન તેમણે અમેરિકાની પ્રમુખ ક્રેડિટ કાર્ડ કંપની, કસ્ટમર માટે કોડિંગ અને જાણકારી તૈયાર કરવા વિશે શીખ્યું, ત્યારબાદ વેબસાઇટ લોન્ચ કરી. આ સમયમાં ટિમને આર્થિક સમસ્યાનો ઘણો સામનો કર્યો. અને આ દરમિયાન તે તેમની એક મિત્રના ઘરે રહેવા લાગ્યા, જેથી ટિમ થોડા ઘણા પૈસાની બચત કરી શકે.

પોતાની વેબસાઇટ પર રોજે 20 કલાક કામ કર્યા બાદ તેમને પહેલા માત્ર 75 ડોલરનો ફાયદો થયો. પરંતુ તે નિરાશ ન થયા અને કામ શરૂ રાખ્યુ. ખૂબ જ મહેનત બાદ પછીના વર્ષે ટિમની કંપનીનું રેવેન્યુ 42 લાખ પહોચી ગયું. ત્યારબાદ ટિમે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. વર્તમાનમાં ટીમની કંપનીનું ટર્નઓવર 3500 કરોડ છે.

આજે તેમની કંપનીની સૈન ફ્રાંસિસ્કો સ્થિત ઓફિસમાં લગભગ 400થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments