Wednesday, January 26, 2022
Homeમનોરંજનમોગેમ્બોના પાત્ર માટે અમરીશ પુરી પહેલી પસંદ નહોતા.

મોગેમ્બોના પાત્ર માટે અમરીશ પુરી પહેલી પસંદ નહોતા.

બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અમરીશ પુરી હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના પાત્રો અમર છે. મિસ્ટર ઇન્ડિયાના મોગેમ્બો જેવા વિલન હોય કે પછી દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેના બાબુજી. અમરીશ પુરી એક બહુ સારા કેરેક્ટર નીભાવતા અભિનેતા હતા અને તેમના ભારે અવાજને વિલન રોલમાં તેમણે બખુબી વાપર્યો હતો. એક રિપોર્ટ અનુસાર બોની કપૂરે જણાવ્યું છે કે તેઓ પોતાના પાત્રને લઇને બહુ ઝીણી ઝીણી વિગતો પર કામ કરતા હતા. તેમણે હમ પાંચ ફિલ્મમાં તો પોતાના પાત્રની વિગ સુદ્ધાં જાતે ડિઝાઇન કરી હતી. આ ફિલ્મમાં કામ કરવા માટે તેમને 40 હજાર રૂપિયા ચુકવાયા હતા અને ફિલ્મ હિટ થઇ ત્યારે તેમને 10 હજારનું બોનસ પણ અપાયું હતું. તેમને આ ફિલ્મને પગલે ખૂબ લોકપ્રિયતા મળી હતી.

મોગેમ્બો એક યાદગાર વિલન છે. તેનો ડાયલોગ ‘મોગેમ્બો ખુશ હુઆ’ આજે પણ લોકોને બહુ ગમે છે. પણ તમે માનશો એ પાત્ર માટે અમરીશ પુરી પહેલી પસંદ નહોતા. આજે તેમનો જન્મદિવસ છે. મોગમ્બોના પાત્ર માટે બહુ બધા અભિનેતાઓનાં ઑડિશન્સ થયા હતા. જ્યારે જાવેદ અખ્તરે આ પાત્રમાં જે રુઆબ રેડ્યો હતો તે સ્ક્રિન પર બતાડવા માટે કોઇ અભિનેતા સફળ નહોતો થઇ શકતો અને અંતે અમરીશ પુરીને જ આ રોલ આપવાનું નક્કી થયું.તેઓ એ દિવસોમાં બહુ જ બિઝી હતા પણ બોની કપૂરે તેમની પાસેથી તેમના સાઠ દિવસ માગ્યા હતા. આ ફિલ્મનાં ક્લાઇમેક્સ માટે આર કે સ્ટૂડિયોમાં પાંચ સેટ લગાડયા હતા. અને અંતે અમરીશ પુરી આ ફિલ્મ માટે રાજી થઇ ગયા.

મોગેમ્બોનું પાત્ર તો તૈયાર હતું પણ તેના ગેટ અપ અંગે કશું ફાઇનલ નહોતું થયું. હજી નિર્દેશકે પણ કંઇ વિચાર્યું નહોતું પણ અમરીશ પુરીએ તેમના પોતાના દરજી માધવને કામે લગાડ્યો અને આખો કોશ્ચ્યુમ ડિઝાઇન કરાવ્યો. એ સમયે માધવને તેની કામગીરીથી ખુશ થઇને બોની કપૂરે દસ હજાર રૂપિયા ઇનામમાં આપ્યા હતા. માત્ર કોશ્ચ્યુમ જ નહીં પણ જે છડી હાથમા રાખી હતી એ પણ અમરીશ પૂરીનો જ નિર્ણય હતો. આ પાત્ર માટે અમરીશ પુરી ખુબ જ રિહર્સલ્સ પણ કરતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments