Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષનેપાળના સીમા વિવાદ વિષે શું કહે છે નેપાળ અને ભારત

નેપાળના સીમા વિવાદ વિષે શું કહે છે નેપાળ અને ભારત

નકશા વિવાદ પર કેમ બોલી રહ્યું છે નેપાળ, ભારતના પ્રસ્તાવને કેમ નકારી રહ્યું છે ?

નેપાળના નીચલા સદન ગૃહમાં શનિવારે નકશા સુધારા બિલ પસાર કરવામાં આવ્યું. અને નેપાળે આ વિવાદિત નકશામાં ભારતના કેટલાક ભાગો પણ શામેલ કર્યા છે. નીચલા ગૃહ બાદ ઉચ્ચ સદનમાં પાસ થશે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ બિલ કાયદાકીય સ્વરૂપ લેશે. સૂત્રોનું કહેવું છે કે સાંસદના નીચલા ગૃહમાં બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ મંજૂરી મળવી ચોક્કસ છે.

સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પણ વિવાદિત નકશા અંગે નેપાળના લોકોને ચેતવણી આપી છે. એવું પણ કહેવામાં આવ્યું હતુ કે બંધારણ સુધારણા બિલ આવશે તો ભારત સાથે સંબંધો બગડી શકે છે. પરંતુ અમને કોઈ પરવાહ નથી.

નેપાળના વિદેશમંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ એક નિવેદન આપ્યું કે ભારતે નેપાળ સાથે વાતચીત કરવાની પહેલ નથી કરી. જો કે તેમના સંસદમાં સાંસદોને સવાલોનો જવાબ આપતા કહે છે કે ભારત ચીન સાથે વાતચીત કરવા માટે તૈયાર હતુ. પરંતુ નેપાળના પ્રસ્તાવની તેમણે અવગણના કરી રહ્યું છે. જેથી આપણે હેરાન છીએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળના વિદેશમંત્રીના નિવેદન પર તપાસ કરવામાં આવી તો આ દાવો ખોટો હોવાનું બહાર આવ્યું છે. નેપાળ વિદેશમંત્રીનો દાવો પાયાવિહોણો છે. અને જ્યારે બીજી સૂત્રોનું કહેવું છે કે નેપાળ વડાપ્રધાન ઓલિએ આ પ્રસતાવમાં રસ દાખવ્યો ન હતો. નેપાળે વાટોઘાટો કરવાની ભારતની પહેલ સ્વીકારી ન હતી. સૂત્રો કહે છે કે વડાપ્રધાન ઓલીએ વાટોઘાટો કરવાની ભારતની પહેલને સ્વીકારી ન હતી. અને તેમણે આ સિવાય તેમના પક્ષમાં મજબૂત સ્થિતિ કરવા માટે નકશા બિલ પસાર કરવાનું નક્કી કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments