Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષ નવા સત્રમાં શાળાઓનો અભ્યાસક્રમ ઘટશે? જાણો શું છે સમગ્ર મામલો

 નવા સત્રમાં શાળાઓનો અભ્યાસક્રમ ઘટશે? જાણો શું છે સમગ્ર મામલો

દેશભરમાં કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શાળાઓના નવા શૈક્ષણિક સત્રમાં અભ્યાસક્રમ ઘટાડવાનો અને અધ્યાપનનો સમય ઘટાડવાની યોજના બનાવી છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે મંગળવારે જણાવ્યું હતું કે HRD મંત્રાલય સ્કૂલનો અભ્યાસક્રમ ઘટાડવાની સાથે સાથે કોવીડ -19 રોગચાળાને કારણે કોઈ શૈક્ષણિક નુકસાન પણ ના થાય એવાં આયોજન સાથે ચાલુ સત્ર માટે અધ્યાયનના કલાકોનું આયોજન કરવાનું કામ કરી રહ્યું છે. છે. મંત્રાલયે આ સંદર્ભે વિવિધ હોદ્દેદારો પાસેથી સૂચનો પણ માંગ્યા છે.

HRD મંત્રી નિશંકે ટ્વીટ કરીને કહ્યું કે પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને અને માતા-પિતા અને શિક્ષકોના ઘણાં બધા અભિપ્રાયો પ્રાપ્ત થયા પછી, અમે આવનારા શૈક્ષણિક વર્ષમાં અભ્યાસક્રમમાં ઘટાડો અને અધ્યાયનના કલાકોમાં ઘટાડવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે હું બધા શિક્ષકો અને શિક્ષણવિદોને અપીલ કરવા માંગુ છું કે તેઓ મારા ટ્વિટર અને ફેસબુક પેજ પર MHRDઅથવા #SyllabusForStudents2020 નો ઉપયોગ કરીને આ બાબતે તેમનો દ્રષ્ટિકોણ શેર કરે, જેથી અમે નિર્ણય લેતી વખતે તેમના દ્રષ્ટિકોણને પણ ધ્યાનમાં રાખી શકીએ.

લોકડાઉનને કારણે દેશભરની યુનિવર્સિટીઓ અને શાળાઓમાં 16 માર્ચથી બંધ છે. કેન્દ્ર સરકારે COVID-19ને ફેલાતો અટકાવવા દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.આ ઉપરાંત તમામ બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર પણ પ્રતિબંધ મૂકાયો હતો. હવે સીબીએસઈ સહિત વિવિધ રાજ્ય બોર્ડ તેમની બાકીની પરીક્ષાઓ લઈ રહ્યા છે. આ સિવાય સૂત્રો અનુસાર ઓગસ્ટમાં શાળાઓ ખોલવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments