Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષધંધાકીયInstagramમાં ફોટો જોઇને હવે ફૂડ ઓર્ડર કરી શકશો,સ્વીગી અને ઝોમેટો કરશે ડીલેવરી.

Instagramમાં ફોટો જોઇને હવે ફૂડ ઓર્ડર કરી શકશો,સ્વીગી અને ઝોમેટો કરશે ડીલેવરી.

ઇન્સ્ટાગ્રામ દ્વારા થોડા જ સમયમાં તમે તમારા પસંદગીનું ખાવાનું ઓર્ડર કરી શકશો.ફેસબુક અંતર્ગત રહેલા ઈન્સ્ટાગ્રામે કોરોનાની મહામારી દરમિયાન ભારતમાં નાના વ્યવસાયોને સમર્થન કરવા માટે ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વીગી અને ઝોમેટો સાથે પાર્ટનરશીપ કરી છે.

ફોટો-મેસેજિંગ એપ દ્વારા ભારતમાં ફૂડ ઓર્ડર સ્ટીકરોને રોલઆઉટ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે ફૂડ ઉદ્યોગના વ્યવસાયોને તેમના ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવામાં અને ગ્રાહકોને તેમના મનપસંદ વ્યવસાયોને સહકાર આપવા મંજુરી દેશે.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરેજ પર, રેસ્ટોરન્ટ્સ તેમના ફૂડ ઓર્ડરના સ્ટીકર્સને શેર કરી શકે છે,જેનાથી ગ્રાહકો એક જ ટેબમાં ઝોમેટો અને સ્વીગીની વેબસાઇટમાં લઇ જશે .

ફેસબુક ઇન્ડિયાના ઉદ્યોગ પ્રમુખ નીતિન ચોપડાના જણાવ્યા મુજબ અમે ફૂડ ઓર્ડર સ્ટીકરને રોલ આઉટ કરી રહ્યા છીએ. અને જે ઓર્ડર અને એન્ગેજમેન્ટ મેળવામાં મદદ કરશે. અને અમે સ્વિગી અને ઝોમેટો સાથે કોલોબ્રેશન કરીને ખુશ છીએ. અને અમે આ સેવાઓના માધ્યમથી નાના રેસ્ટોરેન્ટ સંચાલકો પોતાના ગ્રાહકોને પોતાની સેવા આપવામાં મદદ કરશે.

ઝોમેટોના CMO સંદિપ આનંદના જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામનું ફૂડ ઓર્ડર સ્ટીકર એ માત્ર ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ પણ કરશે, આ ઉપરાંત વ્યવસાયમાં કમાવવા માટેની નવી ટેકનિક પણ મળી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments