Wednesday, January 26, 2022
Homeવક્તવ્ય વિશેષઅભિપ્રાયઓનલાઈન શિક્ષણ વિશે આ આશ્ચર્યજનક વાત તમને નહિ ખબર હોય...

ઓનલાઈન શિક્ષણ વિશે આ આશ્ચર્યજનક વાત તમને નહિ ખબર હોય…

ઓનલાઈન શિક્ષણ વિશે આ આશ્ચર્યજનક વાત તમને નહિ ખબર હોય…

છેલ્લા થોડાક વર્ષોથી સમાજમાં આપમેળે શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવી છે અને દરેક વર્ગના લોકો શિક્ષણ પ્રત્યે સભાન બન્યા છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમના બાળકો વધુ ભણે, આમ શિક્ષણનું સમાજમાં મહત્વ વધવાની સાથે સાથે સમાજમાં એક નવી ફેશન આવી અને આ ફેશન આજકાલ ખુબ જ ટ્રેન્ડમાં છે.

સમૂહ લગ્નો, જ્ઞાતિ સંમેલન, સ્નેહમિલન, ઈનામ વિતરણ સમારોહ જેવા પ્રસંગોએ સ્ટેજ ઉપર જે વ્યક્તિને માઈક આપવામાં તે લોકો શિક્ષણ ઉપર ભાષણ કરવાની ફેશન આવી છે. નેતા હોય, આગેવાન હોય, હોદ્દેદાર હોય, ખોટીવેશનલ સ્પીકર હોય, ધાર્મિક વ્યક્તિ હોય પરંતુ આજકાલ જેને માઈક આપો એ વ્યક્તિ આપણને શિક્ષણના ઉપદેશ આપવા લાગે છે.

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ગેરરીતિઓ કરીને ખોટી રીતે ચૂંટણી જીત્યા છે એ વાત ગુજરાત હાઈકોર્ટમાં સાબિત થઈ છે અને ગુજરાત હાઈકોર્ટે હુકમ કરીને 2017 ની ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરી છે.

સમાજના સ્ટેજ ઉપરથી શિક્ષણના ભાષણો ફેંકતા તમામ ભાષણવીર ઉપદેશકોને મારે કહેવાનું છે કે, ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણીમાં ચોરી કરીને જીત્યા છે અને છતાંય હાલમાં શિક્ષણમંત્રી તરીકે ચાલુ છે. શું આવા ચોર શિક્ષણમંત્રીની વિરુદ્ધમાં એક પણ વ્યક્તિ બોલ્યો? સ્ટેજ ઉપર શિક્ષણનું મહત્વ સમજાવતી બબ્બે કલાકની સ્પીચ આપનારા ભાષણવીરોએ ચોર શિક્ષણમંત્રી બાબતે કેમ મોઢામાં મગ ભરી લીધા છે?

ગુજરાતના લાખો નિવૃત શિક્ષકો, નિવૃત પ્રાધ્યાપકો, નિવૃત શિક્ષણવિદોને આ ચોર શિક્ષણમંત્રી બાબતે કોઈ નિવેદન નથી આપવું??

વાત જ્યાં સુધી કોર્ટની છે ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટે ધોળકા વિધાનસભાની ચૂંટણી જ રદ્દ કરેલ છે, એટલે હાઈકોર્ટના ઓર્ડર મુજબ ચોર શિક્ષણમંત્રીનું ધારાસભ્યપદ જ માન્ય રહ્યું નથી.

હવે શિક્ષણમંત્રીને પોતાના જ રાજ્યની હાઈકોર્ટના આદેશ ઉપર નૈતિક વિશ્વાસ ન હોવાથી સુપ્રિમ કોર્ટમાં ગયા અને સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો.

સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો એનો મલતબ એવો નથી કે હાઈકોર્ટનો આદેશ ખોટો હતો, પરંતુ સુપ્રિમ કોર્ટના સ્ટેનો અર્થ થાય છે કે હાઈકોર્ટના હુકમનું અમલીકરણ મોકૂફ રહ્યું કહેવાય. ટુંકમાં ચૂંટણી જ રદ્દ કરતો હાઈકોર્ટનો ઓર્ડર હજુ પણ ફાઈનલ ઓર્ડર જ છે પરંતુ સુપ્રિમના હુકમથી હાઈકોર્ટના હુકમનું અમલીકરણ મોકૂફ છે.

હવે ચોર શિક્ષણમંત્રીએ પોતાની નૈતિકતા, પ્રામાણિકતા અને જવાબદારી સમજીને હાલ પૂરતા ફક્ત શિક્ષણમંત્રી તરીકે રાજીનામુ આપવુ જોઈએ અને જ્યાં સુધી સુપ્રિમનો આખરી હુકમ ન આવે ત્યાં સુધી સામાન્ય ધારાસભ્ય તરીકે ચાલુ રહેવું જોઈએ. એના બદલે શિક્ષણમંત્રી નિર્લજ્જ અને બેશરમ બનીને હજુ પણ ગુજરાતના શિક્ષણમંત્રી તરીકે ચાલુ છે.

હવે સવાલ આવે છે ઓનલાઈન શિક્ષણ હોવું જોઈએ કે નહીં?

જો તમે અથવા તમારો બાળક કલાસરૂમ બેસીને કે ઓનલાઈન બેસીને કે લાખો રૂપિયા ટ્યુશન પાછળ ખર્ચીને ભણીને પણ એક ચોર શિક્ષણમંત્રીનો વિરોધ ન કરી શકો તો પછી તમે ક્લાસમાં ભણો કે ઓનલાઈન ભણો શું ફરક પડે? કલાસમાં કે ઓનલાઈન ભણીને તમારે ચોર શિક્ષણમંત્રીની ગુલામી જ કરવાની છે!!

રાજ્યની હજારો પ્રાઈવેટ શાળાઓ, લાખો પ્રાઈવેટ-ખાનગી શિક્ષકો, પ્રોફેસરો, લાખો ટ્યુશન કલાસ આ બધા મળીને એક ચોર શિક્ષણમંત્રીની ગુલામી કરતા હોય તો પછી તમે ભણેલા હોવ કે અભણ હોય શું ફરક પડે??

તમે ભણીને કે અભણ રહીને, કલાસમાં ભણીને કે ઓનલાઈન ભણીને પણ ગુલામી તો ચોર શિક્ષણમંત્રીની જ કરવાની છે. જ્યારે તમે પોતે ગુલામ જ છો તો પછી તમે ભણેલા ગુલામ છો કે અભણ ગુલામ શું ફરક પડે??

તમે ક્લાસમાં ભણો કે ઓનલાઈન ભણો, શાળા તમને કલાસમાં ભણાવે કે ઓનલાઈન ભણાવે શાળા/તમે એક ચોર શિક્ષણમંત્રીનું કાંઈ ઉખાડી નથી શકતા તો તમારું શિક્ષણ અને શિક્ષણ પાછળ ખર્ચેલા લાખો રૂપિયા બરબાદ થયા……

જે શિક્ષણ તમને ફક્ત ગુલામી કરતા, સહન કરતા, વેઠ ઉતારતા અને ડરપોક બનાવતા જ શીખવાડે છે એ શિક્ષણ ક્લાસમાં બેસીને લ્યો કે ઓનલાઈન લ્યો એમાં કોઈ ફરક નથી.

જાઓ જઈને તમારા ઓનલાઈન ક્લાસમાં વિદ્રોહ શીખો, અન્યાય સામે મરણીયા થતા શીખો, હક્ક માટે વિરોધ કરતા શીખો, સરકારોની નીતિઓની વિરુદ્ધમાં અવાજ ઉઠાવતા શીખો.

~ ગોપાલ ઈટાલીયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments